જીનિવાઃ કોરોના વાઇરસની મહામારીને કારણે 2020માં વૈશ્વિક વેપારનો વિકાસ ત્રીજા ભાગ જેટલો ઘટી જાય તેવી શક્યતા હોવાનું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ)એ બુધવારે જણાવ્યું હતું અને સાથે જ, આ સંખ્યા ઘણી જ ‘બદતર’ થવાની ચેતવણી આપી હતી.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને તેની યાદીમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19ની મહામારીને કારણે વિશ્વની સામાન્ય આર્થિકૃ પ્રવૃત્તિ તથા લોકોનાં જીવન છિન્ન-ભિન્ન થઇ જવાથી 2020માં વિશ્વ વેપારમાં 13 ટકા અને 32 ટકાની વચ્ચે ઘટાડો થવાની શક્યતા છે.”
“આરોગ્ય ક્ષેત્રે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં વેપારને કેવી રીતે ફટકો પડશે, તે અંગે વ્યાપક શ્રેણીની શક્યતાઓ રહેલી છે,” તેમ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
જોકે, WTOના વડા રોબર્ટો અઝેવિડોએ મંદી આપણાં જીવનની સૌથી મોટી આર્થિક મંદી બની શકે છે, તેવી ચેતવણી ઉચ્ચારી હતી.
તેના મુખ્ય વાર્ષિક અંદાજમાં 164 સભ્યો ધરાવતા WTOએ નોંધ્યું હતું કે, કોરોનાવાઇરસે માથું ઊંચક્યું, તે અગાઉથી જ 2019માં વેપાર ક્ષેત્રે મંદીનું આગમન થઇ ચૂક્યું હતું.
ગત વર્ષના અંતથી લઇને અત્યાર સુધીમાં આ વાઇરસે 14 લાખ લોકોને સંક્રમિત કર્યા છે અને કોવિડ-19ને કારણે 80,000 કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, તેમજ વિશ્વભરની સરકારોને આકરાં પગલાં લેવાની ફરજ પડી છે.
વિશ્વની કુલ પૈકીની અડધા કરતાં વધુ વસ્તીને ઘરે રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને ઘણાં સ્થળોએ આર્થિક પ્રવૃત્તિ ઠપ થઇ ગઇ છે.
અગાઉથી જ બ્રેક્ઝિટને પગલે વ્યાપેલી અનિશ્ચિતતાઓ અને વેપારના તણાવોને કારણે નુકસાન વેઠી રહેલો વૈશ્વિક વેપાર લગભગ વિશ્વના તમામ તમામ ભાગોમાં બેવડા આંકમાં ખોટ નોંધાવે તેવી શક્યતા રહેલી છે, તેમ WTOએ જણાવ્યું હતું.
"આ કટોકટી પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તો, આરોગ્યને લગતી કટોકટી છે, જેને કારણે સરકારોને લોકોનાં જીવનનું રક્ષણ કરવા માટે પગલાં લેવાની ફરજ પડી છે," તેમ એઝેવિડોએ યાદીમાં જણાવ્યું હતું.
"આ બિમારીને કારણે માનવીએ વેઠી પડેલી મુશ્કેલીઓની સાથે-સાથે વેપાર અને આઉટપુટ ક્ષેત્રે નિવારી ન શકાય તેવી ખોટનાં પરિવારો અને વ્યવસાયોએ આકરાં પરિણામો ભોગવવાં પડશે," તેમ તેમણે ઉમેર્યું હતું.