ગુજરાત

gujarat

ETV Bharat / opinion

મોબાઇલ પર ફેસુબકનો 'Quiet Mode' પુશ નોટિફિકેશન્સને શાંત પાડી દેશે - Quiet Mode

ફેસબુકે તેની મુખ્ય ઍપ પર "Quiet Mode"ની સુવિધાની જાહેરાત કરી છે જે મોટા ભાગના પુશ નોટિફિકેશન્સને મ્યુટ કે પોસ કરી દેશે જેથી કરીને તમે તમારા પરિવાર અને મિત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો તેમજ કોઇ પણ પ્રકારના વિક્ષેપ વગર શાંતિથી રાત્રે ઉંઘી શકશો અથવા તમે ઘરે તમારો સમય કેવી રીતે વિતાવશો તેનું વ્યવસ્થાપન કરી શકશો.

Quiet Mode
ફેસુબક

By

Published : Apr 11, 2020, 3:33 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ફેસબુકે તેની મુખ્ય ઍપ પર "Quiet Mode"ની સુવિધાની જાહેરાત કરી છે જે મોટા ભાગના પુશ નોટિફિકેશન્સને મ્યુટ કે પોસ કરી દેશે જેથી કરીને તમે તમારા પરિવાર અને મિત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો તેમજ કોઇ પણ પ્રકારના વિક્ષેપ વગર શાંતિથી રાત્રે ઉંઘી શકશો અથવા તમે ઘરે તમારો સમય કેવી રીતે વિતાવશો તેનું વ્યવસ્થાપન કરી શકશો.

જો તમે "Quiet Mode"માં ફેસબુકને ઓપન કરવાનો પ્રયાસ કરશો તો આ ઍપમાં તમારો સમય મર્યાદીત કરવા માટે તમને યાદ દેવડાવવામાં આવશે કે તમે આ સમય કોરાણે મૂકો.

સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ જણાવ્યું હતું કે, "અમે નોટિફિકેશન સેટિંગ અને ન્યૂઝ ફીડ પ્રેફ્રન્સિસમાં શોર્ટકટ્સ પણ ઉમેર્યા છે જેને કારણે તમે ફેસબુક પર તમને ગમતી ના હોય તેવી વસ્તુઓ, ન્યૂઝ ફીડ તેમજ અપડેટ્સ નહીં જોવા મળે અને તમે ફેસબુક પર તમારો સમય તમને ગમે તેવી વસ્તુઓ જોવામાં વીતાવી શકશો."

કોવિડ-19ના લૉકડાઉનને કારણે લોકો પોતાના ઘરોમાં બંધ છે ત્યારે લોકોને એક નવા રૂટિનને અનુકૂળ થવામાં મદદ કરવાનો આ ફીચરનો ઉદ્દેશ છે. ફેસબુકે જણાવ્યું હતું કે, "તમે ઓનલાઇન તમારો સમય કેવી રીતે વિતાવો છો તેની મર્યાદા નિર્ધારીત કરવવામાં તે તમને ઉપયોગી થઇ શકે છે."

તમને ફેસબુકના "Your Time on Facebook" ડેશબોર્ડ હેઠળ ‘Quiet Mode' જોવા મળશે. ફેસબુકે જણાવ્યું હતું કે, તે વૈશ્વિક મહામારીના સમયમાં લોકોએ પોતાની સંભાળ કેવી રીતે લેવી, સક્રિય કેવી રીતે રહેવું, તણાવને મુક્ત કેવી રીતે કરવો અને ઘરે રહીને નવા લક્ષ્યો અને રૂટિન કેવી રીતે સ્થાપિત કરવા તેના અંગે વર્લ્ડ<span style="font-size:10pt;font-family:"Leelawadee UI Semilight";color:rg

ABOUT THE AUTHOR

...view details