- કોરોનાને કારણે અત્યાર સુધી મોટા વ્યવસાયમાં કામ કરી રહેલા લોકો બેકાર થયા
- ભારતના ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર 7.13 ટકા સુધી પહોંચ્યો
- MSME સેક્ટરને વિકસાવામાં આવે તો 12 કરોડો લોકોને રોજગારી મળશે
ન્યૂઝ ડેસ્ક: દેશમાં હવે તો રોજના 4-4 લાખ કોરોના કેસ આવી રહ્યા છે. ત્યારે, બીજી બાજુ અનેક ક્ષેત્રોમાં ઔદ્યોગિક એકમો પણ બરબાર થઈ રહ્યા છે. વ્યવસાયીઓ, નોકરિયાતો અને વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને તેના કારણે તેમના પર નભતા પરિવારો કફોડી સ્થિતિમાં આવી ગયા છે. આથી, અત્યાર સુધી સારા વ્યવસાયમાં કામ કરી રહેલા લોકો બેકાર થઈ ગયા છે. તેમણે હવે બીજા નાના મોટા કામ કરીને ગુજરાત ચલાવવાનો વારો આવ્યો છે. કુટુંબનું ભરણપોષણ કરવા માટે માણસે જે પણ મળે તે કામ કરીને રોજીરોટી મેળવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.
આત્મનિર્ભર પેકેજમાં ન મળી રાહત
માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઇઝ (MSME)ને બહુ મોટી આશા હતી કે, આત્મનિર્ભર પેકેજ જાહેર થયું તેના કારણે તેમને થોડી રાહત મળશે. પરંતુ, સરકારી સહાયની આશા છગારીનીવડી છે. તેના કારણે અનેક MSME એકમોને તાળાં પણ લાગ્યાં છે. સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલ અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર 7.13 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે, શહેરોમાં તે તેમનાથી પણ ઊંચો 9.78 ટકાનો થયો છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી દ્વારા પ્રધાનમંત્રી આવસ-ગ્રામીણ યોજના અંતર્ગત આર્થિક સહાયની જાહેરાત
દુકાનદારોને કારણે 5 કરોડથી વધુ લોકોને દેશમાં રોજગારી
રિટેલ બિઝનેસ એટલે કે નાના દુકાનદારોને કારણે 5 કરોડથી વધુ લોકોને દેશમાં રોજગારી મળે છે. પરંતુ, તેની હાલત સૌથી વધારે ખરાબ છે. કોરોનાનો બીજો તબક્કો ઉગ્ર બન્યો છે ત્યારે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) એ વધારે નાણાંકીય છૂટછાટ અને રાહતની જાહેરાતો કરી છે. પરંતુ, તે પૂરતું થાય તેમ નથી. વેપાર સાવ અટકી ન પડે તેને ધ્યાનમાં રાખીને RBIએ લોન રિપેમેન્ટ (હપ્તા ચૂકવવાની) મુદ્દતમાં વધારો પણ કરી આપ્યો છે. દેશમાં MSME સેક્ટર કરોડરજ્જુ સમાન છે અને તેને યોગ્ય રીતે વિકસવા દેવામાં આવે તો 12 કરોડો લોકોને રોજગારી આપી શકે છે. પરંતુ, તેને કાયમ ભંડોળની, ધિરાણની સમસ્યા હોય છે. ધિરાણ મળ્યું હોય તો તેના વ્યાજનો બોજ હોય છે. સરકારી દેવાં અને બીજા બોજ પણ આવતા હોય છે. આ બધી સમસ્યાઓ હળવી કરવામાં આવે તો જ લઘુ ઉદ્યોગો ટકી શકે તેમ છે.