ગુજરાત

gujarat

ETV Bharat / opinion

ચોમાસામાં ફેલાતી બીમારીઓ - ડેન્ગ્યુ - nationalnews

ડેન્ગ્યુ - બંધિયાર પાણી (જેવાં કે ડોલ, પીપડું, ફૂલદાની, કૂવા અને વૃક્ષનાં છિદ્રો)માં એડિસ એઇજિપ્તિ નામના મચ્છરનું સંવર્ધન થાય છે. પ્રકૃતિના બદલાયેલા ચિત્ર તેમજ શહેરીકરણને પગલે આ મચ્છરોએ પોતાની જાતને અનુકૂળ બનાવી લીધી છે અને હવે તે શહેરી ઘરોમાં પણ જોવા મળે છે.

Dengue
Dengue

By

Published : Jun 26, 2020, 2:58 PM IST

હૈદરાબાદ : આ ડેન્ગ્યુ મચ્છર કરડ્યા પછી ચારથી સાત દિવસમાં ડેન્ગ્યુનો તાવ આવે છે. ચેપી એડિસ (એડિસ એઇજિપ્તિ અથવા એડિસ એલ્બોપિક્ટસ) મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. આ મચ્છરો ઝિકા, ચિકનગુનિયા અને અન્ય વાયરસો પણ ફેલાવે છે. ડેન્ગ્યુએ સંબંધિત ચાર વાયરસો - ડેન્ગ્યુ વાયરસ 1, 2, 3 અને 4 - માંથી કોઈ એક દ્વારા થાય છે. આ માટે કોઈ વ્યક્તિ તેના જીવનકાળામાં ચાર વાર ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત બની શકે છે.

  • વિશ્વભરના 100 કરતાં વધુ દેશોમાં ડેન્ગ્યુ સામાન્ય બીમારી છે.
  • વિશ્વની 40ટકા વસ્તી, આશરે 3 અબજ લોકો ડેન્ગ્યુનું જોખમ ધરાવતા વિસ્તારોમાં રહે છે. જોખમ ધરાવતા વિસ્તારોમાં બીમારીનું મુખ્ય કારણ ઘણું ખરું ડેન્ગ્યુ જ હોય છે.
  • દર વર્ષે 40 કરોડ જેટલા લોકો ડેન્ગ્યુની ચપેટમાં આવે છે. લગભગ 10 કરોડ લોકો ચેપથી માંદા પડે છે અને 22,000 લોકો ગંભીર ડેન્ગ્યુને કારણે મૃત્યુ પામે છે.

પ્રસરણ

  • ડેન્ગ્યુ વાયરસ એડિસ જાતિના ચેપી મચ્છરો (એડિસ એઇજિપ્તિ અથવા એડિસ એલ્બોપિક્ટસ)ના કરડવાથી લોકોમાં ફેલાય છે. આ જ પ્રકારના મચ્છરો ઝિકા અને ચિકનગુનિયા વાયરસો પણ ફેલાવે છે.
  • ડોલ, વાડકા, પશુઓના ખોરાકનાં સાધનો, ફૂલોનાં કૂંડાં અને ફૂલદાની જેવાં પાણી ભરી રાખતાં સાધનો કે બંધિયાર પાત્રો નજીક આ મચ્છરો ઈંડાં મૂકે છે.
  • આ મચ્છરો લોકોને ડંખ મારવાનું પસંદ કરે છે અને ઘરની અંદર તેમજ બહાર લોકોની નજીક રહે છે.
  • ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા ફેલાવનારા મચ્છરો દિવસ અને રાત્રિ દરમ્યાન કરડે છે.
  • વાયરસગ્રસ્ત વ્યક્તિને કરડવાથી મચ્છરો પણ ચેપગ્રસ્ત બને છે. એ પછી ચેપગ્રસ્ત બનેલા મચ્છરો બીજા લોકોને કરડીને વાયરસ ફેલાવે છે.
  • સગર્ભા મહિલા ગર્ભાવસ્થાના સમય દરમ્યાન અથવા બાળકના જન્મની આસપાસના સમયે ડેન્ગ્યુ વાયરસનો ચેપ ધરાવતી હોય તો તેના ગર્ભસ્થ શિશુને પણ આ ચેપ લાગે છે.

વર્ષ 2015થી દેશમાં ડેન્ગ્યુના કેસો અને મૃત્યુ

અનુક્રમ નંબર અસરગ્રસ્ત રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ 2015 2016 2017 2018(કામચલાઉ) 2019 (નવે. સુધી)
સી ડી સી ડી સી ડી સી ડી સી
1 આંધ્ર પ્રદેશ 3159 2 3417 2 4925 0 4011 0 4647
2 અરુણાચલ પ્રદેશ 1933 1 13 0 18 0 1 0 123
3 આસામ 1076 1 6157 4 5024 1 166 0 167
4 બિહાર 1771 0 1912 0 1854 0 2142 0 6193
5 છત્તીસગઢ 384 1 356 0 444 0 2674 10 681
6 ગોવા 293 0 150 0 235 0 335 1 874
7 ગુજરાત 5590 9 8028 14 4753 6 7579 5 14835
8 હરિયાણા 9921 13 2493 0 4550 0 1898 0 937
9 હિમાચલ પ્રદેશ 19 1 322 0 452 0 4672 7 320
10 જમ્મુ અને કાશ્મીર 153 0 79 1 488 0 214 0 435
11 ઝારખંડ 102 0 414 1 710 5 463 1 803
12 કર્ણાટક 5077 9 6083 8 17844 10 4427 4 15232
13 કેરળ 4075 25 7439 13 19994 37 4083 32 3940
14 મધ્ય પ્રદેશ 2108 8 3150 12 2666 6 4506 5 3645
15 મેઘાલય 13 0 172 0 52 0 44 0 61
16 મહારાષ્ટ્ર 4936 23 6792 33 7829 65 11011 55 12374
17 મણીપુર 52 0 51 1 193 1 14 0 334
18 મિઝોરમ 43 0 580 0 136 0 68 0 42
19 નાગાલેન્ડ 21 1 142 0 357 0 369 0 8
20 ઓડિશા 2450 2 8380 11 4158 6 5198 5 3251
21 પંજાબ 14128 18 10439 15 15398 18 14980 9 8949
22 રાજસ્થાન 4043 7 5292 16 8427 14 9587 10 12664
23 સિક્કિમ 21 0 82 0 312 0 320 0 243
24 તામિલનાડુ 4535 12 2531 5 23294 65 4486 13 6577
25 ત્રિપુરા 40 0 102 0 127 0 100 0 100
26 તેલંગાણા 1831 2 4037 4 5369 0 4592 2 12072
27 ઉત્તર પ્રદેશ 2892 9 15033 42 3092 28 3829 4 9280
28 પશ્ચિમ બંગાળ 1655 1 2146 4 849 0 689 3 10500
29 આંદા અને નિકોબાર દ્વીપસમૂહ 8516 14 22865 45 37746 46 -
30 ચંડીગઢ 153 0 92 0 18 0 49 0 168
31 દિલ્હી 966 1 1246 0 1125 0 301 0 235
32 દાદરા અને નગર હવેલી 15867 60 4431 10 9271 10 7136 4 4155
33 દમણ અને દીવ 1154 0 4161 2 2064 0 493 0 954
34 પુડુચેરી 165 0 89 0 59 0 163 0 128
35 નાગાલેન્ડ 771 0 490 2 4568 7 592 2 1495
કુલ 99913 220 129166 245 188401 325 101192 172 136422

સી= કેસો | ડી= મૃત્યુ | એનઆર = નોંધાયા નથી

ભારતમાં ડેન્ગ્યુને કારણે થયેલો નાણાંકીય ખર્ચ

  • વાર્ષિક કુલ સીધા તબીબી ખર્ચ 54.8 કરોડ અમેરિકન ડોલર
  • એમ્બ્યુલેટરી સેટિંગ્સ દ્વારા 67 ટકા કેસોની સારવાર કરાઈ, જે ખર્ચમાં 18 ટકા હિસ્સો ધરાવે છે
  • ખર્ચની રકમ 80 ટકા ખાનગી સવલતોને મળી
  • ડેન્ગ્યુની મહામારીનો સામનો કરી રહેલા અન્ય દેશોના આધારે બિન-તબીબી અને પરોક્ષ ખર્ચ સહિતના આર્થિક ખર્ચ વધીને 1.11 અબજ ડોલર અથવા માથાદીઠ 0.88 ડોલર થાય છે.
  • વર્ષ 2016માં ડેન્ગ્યુનો કુલ ખર્ચ લગભગ 5.71 અબજ અમેરિકન ડોલર હતો, જેમાંથી 14.3 ટકા ખર્ચ જીવલેણ કેસો અને 85.7 ટકા ખર્ચ બિન-જીવલેણ કેસો પાછળ છે.
  • વર્ષ 2016માં નોંધાયેલો એકંદર ખર્ચ, વર્ષ 2013ના મૂળ અનુમાન કરતાં લગભગ ત્રણ ગણો છે..

સાવચેતી

મચ્છર ભગાડવા માટેનું સાધન વાપરો

શરીરને સંપૂર્ણપણે ઢાંકે તેવાં વસ્ત્રો પહેરો

બારી અને બારણાં બંધ રાખો અથવા તેના ઉપર જાળી રાખો. જાળીમાં કાણાં હોય તો તેની મરમ્મત કરાવો, જેથી મચ્છરો ઘરની બહાર રહે.

પરોઢિયે, સમી સાંજે તેમજ વહેલી સાંજે બહાર રહેવાનું ટાળો.

પાણીમાં કે પાણીની નજીક મચ્છરોને ઈંડાં મૂકતાં અટકાવો.

ડોલ અને પાણી ભરેલાં સાધનો અવારનવાર ખાલવતાં રહો અને તેમને ફેરવતા રહો તેમજ તેને શેડ નીચે રાખો જેથી પાણી એકઠું ન થાય.

કૂંડા નીચેની પ્લેટમાંથી વધારાનું પાણી કાઢી નાંખો

મચ્છરોનાં ઈંડાં હટાવવા માટે પાણીનાં વાસણને માંજો

કૂંડાંમાં વાવેલાં રોપાંની માટી ઢીલી કરો, જેથી ખાબોચિયાં ન બને

ખાળ-નીક બંધ કરવાના બિન-છિદ્રિત જાળ વાપરો, મચ્છર-વિરોધી વાલ્વ્સ લગાડો અને ભાગ્યે જ ઉપયોગમાં લેવાતાં હોય તેવાં ખાળ-નીકને બરાબર રીતે ઢાંકી દો.

એર-કન્ડિશનિંગ યુનિટની નીચે કોઈ ડબ્બા કે સામાન ન મૂકો.

ફૂલદાનીનું પાણી દર બીજા દિવસે બદલો અને દાનીને અંદરથી માંજીને ધુઓ.

ખાબોચિયાં ભરાય કે સ્થિર પાણી જમા થાય તેમ હોય તેવાં પાંદડાંનાં અવરોધને દૂર કરો.

લક્ષણો,સાધારણ

  • ડેન્ગ્યુના સાધારણ લક્ષણો અન્ય બીમારીઓ બાબતે મૂંઝવણમાં મૂકી શકે છે. તેમાં તાવ આવવો, શરીર દુઃખવું, કળતર થવું કે ફોલ્લીઓ થવી સામેલ છે.
  • ડેન્ગ્યુનું સૌથી સામાન્ય લક્ષણ તાવ આવવાનું છે, જેની સાથે નીચેનામાંથી કોઈ પણ લક્ષણ જોવા મળી શકે છે :
  • ઉબકા આવવા, ઉલટી થવી
  • ફોલ્લીઓ કે ચકામાં પડવાં
  • દુઃખાવો અને કળતર (આંખો દુઃખે, ખાસ કરીને આંખની પાછળનો ભાગ, સ્નાયુ, સાંધા કે હાડકાં દુઃખે)
  • છેલ્લા બેથી સાત દિવસમાં જોવા મળતાં ડેન્ગ્યુનાં લક્ષણો. મોટા ભાગના લોકો આશરે એક સપ્તાહમાં ફરી સાજા થઈ જાય છે.

લક્ષણો,ગંભીર

  • પેટ અને પેઢુમાં દુઃખાવો, નબળાઈ
  • ઉલટી (24 કલાકમાં ઓછામાં ઓછી ત્રણ વાર)
  • નાક અથવા દાંતના અવાળુમાંથી લોહી નીકળવું
  • લોહીની ઉલટી થવી અથવા મળમાં લોહી પડવું
  • થાક, બેચેની અને ચિડિયાપણું લાગવા

સરકારે લીધેલાં પગલાં

  • વર્ષ 2019 દરમ્યાન દેશમાં ડેન્ગ્યુ સામે રક્ષણ માટે ભારત સરકારે નીચે દર્શાવ્યા મુજબ પગલાં લીધાં હતાં :
  • ભારત સરકારે આ બીમારી સામે રક્ષણ અને તેના નિયંત્રણ ઉપરાંત કેસ મેનેજમેન્ટ અને રાજ્યોમાં અમલીકરણ માટે અસરકારક સામુદાયિક ભાગીદારી અંગે ટેકનિકલ માર્ગદર્શિકા પૂરી પાડી.
  • કેસ મેનેજમેન્ટ માટે તબીબોને ક્ષમતા નિર્માણ માટે તાલીમ અપાઈ
  • કેસના વહેલા નિદાન અને અટકાવ તેમજ નિયંત્રણ માટે દેખરેખ અને નિરીક્ષણ કરવામાં આવ્યાં
  • 2019માં 15 એડવાયઝરીઝ ઈસ્યુ કરાઈ તેમજ 10 સમીક્ષાઓ હાથ ધરવામાં આવી
  • દેશભરમાં 680 સેન્ટીનેલ સર્વેલન્સ હોસ્પિટલ્સ (એસએસએચ) તેમજ 16 જેટલી એપેક્સ રેફરલ લેબોરેટરીઓ (એઆરએલ) દ્વારા વિનામૂલ્યે નિદાનની સવલતો પૂરી પાડવામાં આવી.
  • ભારત સરકારે પૂણે સ્થિત એનઆઈવી મારફતે 7958 જેટલી ડેન્ગ્યુ કીટ (1 કીટ મારફતે 96 પરીક્ષણ કરી શકાય) પૂરી પાડી.
  • દેશમાં 16મી મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવ્યો.
  • ભારત સરકાર ડેન્ગ્યુના અટકાવ અને નિયંત્રણ માટે લોકોને સંવેદનશીલ બનવા માટે લક્ષિત માહિતી, પ્રશિક્ષણ અને પ્રચાર / વર્તણૂક પરિવર્તન પ્રત્યાયનની પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
  • રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો મચ્છરોનો ઉપદ્રવ નાબૂદ કરવા મચ્છરોના સંવર્ધન સ્ત્રોત ઘટાડવાની પ્રવૃત્તિઓ બાબતે લોકોને જાગૃત કરવા માહિતી, પ્રશિક્ષણ અને પ્રચાર / વર્તણૂક પરિવર્તન પ્રત્યાયનની પ્રવૃત્તિઓ હાથ ધરે છે

ABOUT THE AUTHOR

...view details