ગુજરાત

gujarat

By

Published : Oct 2, 2020, 6:51 PM IST

ETV Bharat / opinion

ભારતમાં મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર

ડોટર્સ ડેના બે જ દિવસ બાદ ભારતમાં વધુ એક દુષ્કર્મની પીડિતા છોકરીએ જાન ગુમાવ્યો. ઉત્તર પ્રદેશના હાથરસમાં કહેવાતી ઊંચી જ્ઞાતિના શખ્સો દ્વારા 19 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજારાયો, તેના પંદર દિવસ બાદ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો.

Crime Against Women in India
મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર

ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે મહિનામાં આ પાંચમી યુવતી અને ત્રીજી દલિત છોકરી હતી, જેના પર દુષ્કર્મ ગુજારાયો હતો અને પછીથી તેની સાથે હિંસા આચરતાં તે મોતને ભેટી હતી.

મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યૂરો (NCRB) દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા ડેટા અનુસાર, 2019માં ભારતમાં દુષ્કર્મના રોજ 95 નોંધાયા હતા. NCRBના વાર્ષિક અહેવાલ અનુસાર, તે વર્ષે નોંધાયેલા દુષ્કર્મના કુલ 32,033 કેસોમાંથી 11 ટકા કેસો દલિત સમુદાયના હતા.

2018-19થી મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓમાં 7.3 ટકા વૃદ્ધિ

પ્રતિએકલાખની વસ્તીમાં 117.8ના દર સાથે અસમ રાજ્ય મહિલાઓ વિરૂદ્ધનો સૌથી ઊંચો ક્રાઇમ રેટ ધરાવે છે.

તો, ઉત્તર પ્રદેશ રાજ્યમાં મહિલાઓ વિરૂદ્ધ સૌથી વધુ, 59,853 ગુના આચરવામાં આવ્યા હતા.

દુષ્કર્મના સૌથી વધુ બનાવો રાજસ્થાનમાં (5,997 કેસ) નોંધાયા હતા.


દલિત મહિલાઓ વિરૂદ્ધ અપરાધ

ભારતમાં રોજ 10 દલિત મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવે છે. 2019માં લગભગ 3500 દલિત મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની હતી, જેમાંથી એક તૃત્યાંશ કેસો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા.

મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર

દલિત મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના મામલે રાજસ્થાન મોખરે (554 કેસ) છે, ત્યાર પછીના ક્રમે ઉત્તર પ્રદેશ (537) અને મધ્ય પ્રદેશ (510) આવે છે. વસ્તીની તુલનામાં દલિત મહિલાઓ પર દુષ્કર્મના દરની દ્રષ્ટિએ સૌથી ઊંચો દર કેરળમાં (પ્રત્યેક એક લાખ વસ્તીદીઠ) 4.6 નોંધાયો હતો, ત્યાર પછીના ક્રમે મધ્ય પ્રદેશ (4.5) અને રાજસ્થાન (4.5) આવે છે.

કારણઃ

“દલિત સમુદાયની મહિલાઓ પ્રમાણમાં વધુ અસુરક્ષિત છે. તેમની જ્ઞાતિના કારણે તેઓ ઘમું સામાજિક દબાણ અનુભવે છે. તેઓ દુષ્કર્મનો કેસ કરતાં ખચકાય છે. અને જો તેઓ એફઆઇઆર નોંધાવવાની હિંમત કરે, તો પણ મોટાભાગના પોલીસ સ્ટેશનમાં કોઇ તેમની ફરિયાદ પર ધ્યાન નથી આપતું. પોલીસની આ ઉદાસીનતા પાછળનું કારણ મોટાભાગે તેમની નિમ્ન જ્ઞાતિ હોય છે. દુષ્કર્મની પીડિતાઓના સમર્થન ક્ષેત્રે કાર્યરત સંગઠન પિપલ અગેઇન્સ્ટ રેપ્સ ઇન ઇન્ડિયા (PARI)નાં કાર્યકર યોગિતા ભાયનાના જણાવ્યા પ્રમાણે, પોલીસ માટે તમામ સ્તરે જાતિ (લિંગ) પ્રત્યે સંવેદનશીલતા જગાવવાનો સમય પાકી ગયો છે.


ભારતમાં દુષ્કર્મની મહામારી

NCRBના અહેવાલ અનુસાર, દુષ્કર્મના મોટાભાગના કેસો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં નોંધાયા છે. રાજસ્થાનમાં દુષ્કર્મના સૌથી વધુ – 5,997 કેસ નોંધાયા હતા, ત્યાર પછીના ક્રમે ઉત્તર પ્રદેશમાં 3,065 અને મધ્ય પ્રદેશમાં 2,485 કેસ નોંધાયા હતા. દુષ્કર્મના કેસોના દર (રેટ)ની દ્રષ્ટિએ રાજસ્થાન (પ્રતિ એક લાખની વસ્તીદીઠ) સૌથી ઊંચો 15.9 દર ધરાવે છે, ત્યાર બાદ 11.1 સાથે કેરળ બીજા ક્રમે અને 10.9 દર સાથે હરિયાણા ત્રીજા ક્રમે આવે છે.

મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર

2019માં દેશમાં 32,000 કરતાં વધુ મહિલાઓ પર દુષ્કર્મ ગુજારાયો હતો અને તેમાંથી અડધો-અડધ કેસો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળ – આ પાંચ રાજ્યોમાં નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દલિત સમુદાયોને કચડી નાંખવાના એક સાધન તરીકે જાતીય હિંસાની ઘટનાઓમાં વૃદ્ધિ નોંધાઇ છે. ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા દુષ્કર્મના તમામ કેસોમાંથી 18 ટકા પીડિતા દલિત મહિલાઓ છે, જે પ્રમાણ રાજસ્થાન (9 ટકા) કરતાં લગભગ બમણું છે.

2010-2020 (દુષ્કર્મ સામેની અસુરક્ષિતતા)

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યૂરો (NCRB)નો ડેટા દર્શાવે છે કે, છોકરી કે મહિલાની દુષ્કર્મ સામેની અસુરક્ષિતતામાં છેલ્લાં 10 વર્ષમાં 44 ટકાનો વધારો થયો છે. NCRBના ડેટા અનુસાર, 2010-2019 દરમિયાન દેશભરમાં કુલ 3,13,289 કેસો નોંધાયા હતા.

મહિલાઓ સામેના જાતીય અપરાધોમાં સતત વધારો થઇ રહ્યો છે અને 2012માં નિર્ભયા પર થયેલા હિંસક અને અધમ ગેંગ રેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. આ ઘટનાને પગલે નીતિ ઘડવૈયાઓએ ઝડપથી ફોજદારી કાયદામાં સુધારા કર્યા હતા અને દુષ્કર્મ તથા જાતીય હિંસાના કેસોમાં આકરી સજાની જોગવાઇ કરી હતી.

નિર્ભયાની ઘટના બાદ પરિસ્થિતિ વધુ ભયાવહ

નિર્ભયા ગેંગ રેપના કેસ પછીનાં સાત વર્ષોમાં (2013-2019) આશરે 2.42 લાખદુષ્કર્મના કેસ નોંધાયા હતા.

ભારતમાં એક દિવસમાં દુષ્કર્મની 95 ઘટના બને છે અને દેશમાં પ્રત્યેક કલાકે લગભગ ચાર મહિલાઓ દુષ્કર્મનો ભોગ બને છે.

મહિલાઓ વિરૂદ્ધના અપરાધોના મોટાભાગના કેસ (30.9 ટકા) પતિ અથવા તો તેના સબંધીઓ દ્વારા મહિલા પર આચરવામાં આવતી હિંસાને લગતા હોય છે, ત્યાર પછીના ક્રમે ‘મહિલાનો વિનયભંગ કરવાના ઉદ્દેશથી તેના પર કરાતા હુમલા’ (21.8 ટકા), મહિલાનું અપહરણ (17.9 ટકા) અને દુષ્કર્મ (7.9 ટકા)નો સમાવેશ થાય છે. NCRBના અહેવાલમાં જણાવ્યા અનુસાર, 2018માં પ્રત્યેક એક લાખ મહિલાઓની વસ્તીદીઠ (મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓનો) 58.8 ટકા ક્રાઇમ રેટ નોંધાયો હતો, જેની તુલનામાં 2019માં ગુનાનો આ દર વધીને 62.4 ટકા થયો હતો.

રાજસ્થાનમાં દુષ્કર્મના સૌથી વધુ, 5,997 કેસ નોંધાયા હતા, ત્યાર પછીના ક્રમે 3,065 કેસ સાથે યુ.પી. બીજા અને 2,485 કેસ સાથે મધ્ય પ્રદેશ ત્રીજા ક્રમે આવે છે. દુષ્કર્મના રેટની દ્રષ્ટિએ (પ્રત્યેક એક લાખની વસ્તી સામે) 15.9ના દર સાથે રાજસ્થાન પ્રથમ, કેરળ (11.1) બીજા અને હરિયાણા (10.9) ત્રીજા ક્રમે આવે છે.

પોક્સો એક્ટ હેઠળ બાળકીઓ વિરૂદ્ધના ગુનાઓના મામલે પણ 7,444 કેસો સાથે યુ.પી. દેશમાં મોખરે છે. ત્યાર પછીના ક્રમે મહારાષ્ટ્ર (6,402) અને મધ્ય પ્રદેશ (6,053) આવે છે. વસ્તીની દ્રષ્ટિએ (પ્રત્યેક એક લાખની વસ્તી સામે) આ ગુનાઓનો સૌથી ઊંચો દર સિક્કિમમાં (27.1), મધ્ય પ્રદેશમાં (15.1) અને હરિયાણામાં (14.6) નોંધાયો હતો.

દહેજના સૌથી વધુ કેસો યુ.પી.માં (2,410) અને બિહારમાં (1,120) નોંધાયા હતા. અહેવાલ અનુસાર, 2019માં એસિડ એટેકના 150 બનાવ બન્યા હતા, જેમાંથી 42 બનાવો ઉત્તર પ્રદેશ અને 36 બનાવો પ. બંગાળમાં નોંધાયા હતા.


બાળકો વિરૂદ્ધ અપરાધ

NCRBના અહેવાલના આધારે, બાળકો વિરૂદ્ધ આચરવામાં આવતા અપરાધોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળે છે. 2018ની તુલનામાં બાળકો વિરૂદ્ધના ગુનાઓમાં 4.5 ટકા વધારો નોંધાયો છે. 2019માં બાળકો વિરૂદ્ધ આચરવામાં આવેલા અપરાધના 1.48 લાખ કેસ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details