- COVID-19 બીમારીને કેન્સરના દર્દીઓ પર કેવી અસર થાય છે?
મોટા ભાગના કેન્સરના દર્દીઓ 60 વર્ષની મોટી ઉંમરના છે. સાથે જ આવા દર્દીઓમાં ડાયાબિટિસ, હાયપરટેન્શન જેવા કૉમ્પિકેશન્સ વધારે જોવા મળતા હોય છે. તેના કારણે તેમની પ્રતિકારક શક્તિ આમ પણ ઘટેલી હોય છે. કેમો અને રેડિયેશન થેરપીઝને કારણે પણ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે. ચેપ થવાનું જોખમ વધારે હોય તેવી વ્યક્તિ માટે COVID-19 બીમારી વધારે ઘાતક સાબિત થાય છે. કેન્સરના દર્દીઓને ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. તેમને ચેપ લાગે તો કદાચ વેન્ટિલેટર પર રાખવા પડે. કેન્સરના દર્દીમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે.
- કેન્સર આમ પણ જીવેલણ ગણાય છે, ત્યારે શું રોગચાળાની સ્થિતિ વચ્ચે દર્દીએ ક્લિનિક પર જવાનું ટાળવું જોઈએ?
કેન્સરના દર્દીને નિયમિત સમયાંતરે સારવાર આપવી જોઈએ. જોકે અહીં કેટલાક મુદ્દા વિચારી લેવા જોઈએ. કેટલાક દર્દીઓમાં 100 ટકા રિકવરી પણ આવી છે. આવી સચોટ સારવારને ટાળવી તે પણ જોખમકારક બની શકે છે. દાખલા તરીકે બ્રેસ્ટ કેન્સરમાં સમયસર નિદાન થાય તો સંપૂર્ણ સારું થઈ શકે છે.
કેટલાક કેસમાં અમે સારવાર કરતાં રહીએ છીએ, પણ રોગ દૂર થતો નથી. આવા કેસમાં દર્દીનું જીવન લંબાવવા પૂરતી જ સારવાર ઉપયોગી થાય છે. આવા દર્દીઓમાં સારવારમાં અમે થોડા ફેરફારો સૂચવીએ છીએ. અમે તેમને સર્જરી હાલમાં મુલતવી રાખવા સલાહ આપી રહ્યા છીએ.
હાલમાં અમે સર્જરીના બદલે પ્રથમ કેમો અને રેડિયો થેરપી કરી રહ્યા છીએ. કેટલાક લોકોને દાખલ પણ કરવા પડે અને IV ટ્રીટમેન્ટ આપવી પડે. અમે તેમને પીવાની દવા આપીએ છીએ. અમુક દવાથી પ્રતિકારક શક્તિ ઘટતી હોય છે, ત્યારે અમે તેનું પ્રમાણ ઓછું કરીએ છીએ. કેટલાક દર્દીઓને થોડા અઠવાડિયા રોકાઇ જવાનું પણ જણાવીએ છીએ. ઇમરજન્સી ના હોય ત્યાં સર્જરી ટાળવામાં આવે છે. તે રીતે અમે દર્દીઓની સંખ્યા ઘટાડવા કોશિશ કરી રહ્યા છીએ.
- ટેલિમેડિસીન ઉપયોગી થઈ શકે?
ચોક્કસ. અમે ટેલિમેડિસીનનો સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે દર્દીઓ સાથે વીડિયો કોલ કરીને વાત કરીએ છીએ. કેન્સરના દર્દીઓને મારી સલાહ છે કે બહાર ના નીકળો, કેમ કે તેના કારણે તમારું અને તમારા સ્વજનોનું જોખમ વધે છે. બહુ ગંભીર સ્થિતિ લાગે ત્યારે જ કેન્સર દર્દીએ હૉસ્પિટલ જવું જોઈએ.
- કેન્સરના દર્દીઓએ ખાસ કોઈ સંભાળ લેવી જોઈએ?
બધાની જેમ તેમણે પણ પૂરતી કાળજી લેવાની છે. તેમણે પૌષ્ટિક ખોરાક લેવાનું ચાલુ રાખવું જોઈએ. સ્વજનોએ કેન્સરના દર્દીથી શક્ય એટલું અંતર જાળવીને રહેવું જોઈએ, જેથી ચેપ લાગવાની શક્યતા ટાળી શકાય.
COVID-19 રોગચાળો કેન્સરના દર્દીઓ માટે કેટલો જોખમી? - Cancer Patient
બસવતારાકમ ઇન્ડો અમેરિકન કેન્સર હૉસ્પિટલના ઑન્કોલૉજિસ્ટ ડૉ. સેન્થીલ રાજપ્પા કહે છે કે કેન્સરના દર્દીઓમાં કોરોના વાયરસનું જોખમ વધારે રહેલું છે. તંદુરસ્ત વ્યક્તિમાં COVID-19 બીમારીને કારણે મૃત્યુનો દર 2થી 3 ટકા છે, જ્યારે કેન્સરના દર્દીઓમાં તે દર 20 ટકા જેટલો ઊંચો છે એમ તેઓ કહે છે. આ મુદ્દે ઇનાડુ સાથે તેમણે કરેલી વાતચીતના અંશોઃ
કેન્સરના દર્દી
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST