ગુજરાત

gujarat

ETV Bharat / opinion

કોરોના વાઇરસનો ચેપ હવે માનવીમાંથી પાલતું પ્રાણીઓમાં ફેલાવા લાગ્યો - પાલતું પ્રાણીઓમાં કોરોના વાઇરસ

ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહાલયના નાદિયા નામના વાઘને કોવિડ-19નો ચેપ લાગ્યાના સમાચારથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું છે. આ જ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા અન્ય બે વાઘ અને આફ્રિકાન મૂળજાતિના બે સિંહને પણ આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. મહત્વની વાત તો એ છે કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ચેપ લાગ્યો હોવાના કોઇ પૂરાવા નથી. શ્વાન અને બિલાડીના જે કેસ નોધાયા છે તેમાં પણ માનવીમાંથી પ્રાણીઓમાં ચેપ લાગ્યો હોવાનું પૂરવાર થયું છે.

pets
કોરોના વાઇરસ

By

Published : Apr 11, 2020, 5:46 PM IST

ન્યૂઝ ડેસ્કઃ બેલ્જિયમની એક બિલાડીના પાલક માતા-પિતાને કોરોના પોઝીટિવ આવ્યો હતો. બાદમાં જ્યારે તપાસ કરાઇ તો તે બિલાડીના મળમાંથી કોરોના વાઇરસની હાજરી જોવા મળી હતી. તે પાલતું બિલાડીને ઉલ્ટીઓ થતીં હતી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી. આ કિસ્સામાં માનવીમાંથી પાલતું પ્રાણીઓમાં વાઇરસના ચેપનું સંક્રમણ થયું હોવાનું માનવામાં આવે છે. હોંગકોંગના કૃષિ-મત્સ્ય અને સંવર્ધન વિભાગ દ્વારા બહાર પડાયેલી વિગતો અનુસાર એક જર્મન શેફર્ડ જાતિના શ્વાનને અને એક શેરીઓમાં રખડતા શ્વાનને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

પ્રાણીઓમાં શું અસર થાય છે તેનું પરીક્ષણ કરવા હેસસ મકાઉ પ્રજાતિના એક વાંદરાના શરીરમાં કોરોના વાઇરસ દાખલ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ એવું અવલોકન રજૂ કર્યું હતું કે તે વાઇરસે વાંદરાના નાક, ગળા, ફેફસા અને પેટ ઉપર હુમલો કર્યો હતો. તે ઉપરાંત તે વાંદરાને ન્યૂમોનિયાનો તાવ પણ આવ્યો હતો. કયું પ્રાણી કોરોના વાઇરસના યજમાન તરીકે કામ કરે છે તે સુનિશ્ચિત કરવા આ પ્રયોગ હાથ ધરાયો હતો.

WHO ની વેબસાઇટ ઉપર સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ પાલતું શ્વાનમાં સંક્રમિત થતો નથી. જો કે હોંગકોંગમાં શ્વાનને ચેપ લાગ્યા બાદ તે વેબસાઇટ ઉપરથી આ માહિતી દૂર કરવામાં આવી હતી. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસ પ્રાણીઓના માધ્યમથી ફેલાયો હોવાનો કોઇ પૂરાવો નથી. બેંગ્લોરના નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર ઉમા રામક્રિશ્નને કહ્યું હતું કે, પાલતું પ્રાણીઓને તેઓના માલિકો તરફથી ચેપ લાગ્યો છે તે બાબત પૂરવાર કરવા હજુ પૂરતા પ્રમાણમાં સંશોધન થયા નથી.

જો તમે પાલતું પ્રાણીઓના માલિક છો અને તમને પોતાને કોઇ જોખમ છે તો મહેરબાની કરીને તે પ્રાણીની જવાબદારી પરિવારના કોઇ અન્ય સભ્યને સોંપી દો. જ્યારે તમે પોતે બિમાર હોવ ત્યારે તેઓને પંપાળવા નહીં, લાડ કરવા નહીં, તેઓને ચુંબન કરવું નહીં કે ભેટવું નહીં. પાલતું પ્રાણીઓને ખવડાવ્યા કે સ્પર્શ કર્યા પહેલાં અને બાદમાં હાથ ધોવાનું ભૂલશો નહીં. હાથ ધરાયેલા અભ્યાસમાં એવું તારણ વ્યક્ત કરાયું છે કે શ્વાન અને ભૂંડને વાઇરસનો ચેપ લાગતો નથી પરંતુ બિલાડી, વાંદરા અને ફેરિટ (ઉં. ધ્રુવ પ્રદેશની બિલાડી) જેવા પ્રાણીઓને આ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. તેથી જ્યારે તમે આ પ્રાણીઓની નજીક જાવ ત્યારે સાવચેતીના તમામ પગલાં લેવા જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details