- નેપાળ અને મ્યાનમાર-હજુ પણ કટોકટી સામે લડી રહ્યા છે
- શ્રીલંકા અને ભૂતાન – કોરોના કાબૂ કરવાની પ્રક્રિયામાં છે
- પાકિસ્તાન અને બાંગ્લાદેશ – પરિસ્થિતિ વણસી રહી છે
અફઘાનિસ્તાન
આવશ્યક આંતરમાળખા અને સેવાઓનો અભાવ
તાલિબાનથી ત્રાસ પામેલા દેશ અફઘાનિસ્તાન પણ કોરોનાથી નાશ પામ્યો છે. પહેલેથી આ દેશમાં ગરીબી અને આંતરમાળખાની ઉણપ તો છે જ, પરંતુ કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ઘર-વાસ અને અન્ય પગલાંઓના સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણયથી દેશની આર્થિક સ્થિતિ ઓર વણસી ગઈ છે. સ્વરોજગારનાં અનેક એકમો બંધ પડ્યાં છે. લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. સરકાર ગરીબની રક્ષા કરવા ચીન, પાકિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને ભારત પર સંપૂર્ણ નિર્ભર છે. પાકિસ્તાન અને ઈરાનથી લાખો અફઘાનો પાછા ફરવાના કારણે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. ઈરાનથી નાગરિકો અફઘાનિસ્તાન પાછા ફરવાના કારણે, કૉવિડ-૧૯નો પ્રથમ કેસ ૨૪ ફેબ્રુઆરીએ નોંધાયો હતો અને કૉવિડ-૧૯ના લીધે પ્રથમ મૃત્યુ ૨૨ માર્ચે નોંધાયું હતું. દેશમાં વાઇરસ ફેલાવાના ઝડપી દરનું મુખ્ય કારણ અસરગ્રસ્ત અને અસરહીન વ્યક્તિઓ દ્વારા એકાંતવાસના નિયમોનું ઉલ્લંઘન છે. આના કારણે દેશની વસતિમાં ચેપમાં ઝડપી વધારો થયો જેના કારણે દેશના લગભગ તમામ પ્રાંતોમાં તાત્કાલિક ઘરવાસ જાહેર કરવો પડ્યો. મહામારીની તીવ્રતા એટલી બધી છે કે તાલિબાન પણ ઘર-વાસનું સમર્થન કરી રહ્યા છે.
પાકિસ્તાન
પરોક્ષ વાહકો સાથે સામાજિક આક્રમણ
કૉવિડ-૧૯ની અસર પાકિસ્તાનમાં વજ્રપાત જેવી છે જ્યાં દેશની વસતિના ૨૫ ટકા ગરીબીમાં જીવી રહી છે. ત્યાં કેવી ખરાબ સ્થિતિ છે તે કલ્પના કરી શકાય તેમ નથી. એવો અંદાજ છે કે અંદાજે ૧.૮૭ કરોડ લોકો ઘર-વાસના કારણે તેમની નોકરી ગુમાવશે. ઈરાન મુસાફરી કરનાર બે વિદ્યાર્થીઓને વાઇરસ હોવાનું ૨૬ ફેબ્રુઆરીએ પકડાયું હતું. પહેલું મૃત્યુ ૩૦ માર્ચે નોંધાયું હતું. ૧૦થી ૧૨ માર્ચ વચ્ચે લાહોરમાં તબલીગી જમાતનું એકત્રીકરણ થયું હતું, તેના કારણે વાઇરસનો ફેલાવો ખૂબ જ વધી ગયો. ૪૦ દેશોના પ્રતિનિધિઓ અને સ્થાનિક સહિત દસ લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એકબીજાથી અંતર રાખવાની સરકારની ચેતવણી તેમણે માની નહોતી. તેના કારણે વાઇરસનો ફેલાવો દાવાનળની જેમ ફેલાયો. કેસો વધતા ગયા તેમ સત્તાવાળાઓએ ૨૦,૦૦૦ તબલીગી લોકો જે તેમાં હાજર હતા તેમને એકાંતવાસમાં રાખ્યા. ૧૫ માર્ચથી, તમામ રાજ્યોએ એક પછી એક ઘર-વાસ જાહેર કરવાનું શરૂ કર્યું. જોકે કેન્દ્ર સરકારે ઘર-વાસ ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો છે કારણકે તમામ ચેપના કેસો પૈકી ૭૯ ટકા સામાજિક ઉલ્લંઘનના કારણે છે. હવે નિયંત્રણો થોડાં હળવાં કરાયાં છે.
દેશમાં લગભગ ૮ કરોડ ગરીબ લોકોને તેમની વર્તમાન આવશ્યકતાઓ પૂરી કરવા માટે રૂ. ૧૧,૦૦૦ ચૂકવવામાં આવે છે. આમ છતાં લાખો લોકો ભૂખ્યા મરી રહ્યા છે. વાઇરસ ઝડપી ગતિએ ફેલાઈ રહ્યો છે તેમ છતાં સરકારે રમઝાનની નમાઝ માટે મસ્જિદો ખુલ્લી રાખવા છૂટ આપી છે. એવી ચેતવણીઓ છે કે ટેસ્ટમાં ગતિનો અભાવ મુખ્ય કારણ છે કે પૉઝિટિવ કેસો ઓળખાયા નથી અને તેના કારણે ઘણા પ્રછન્ન વાહકો અને લક્ષણવિહીન દર્દીઓ મુક્તરૂપે ફરી રહ્યા છે. આવા દર્દીઓ સમાજ માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. જોકે સત્તાવાળાઓ અને સરકારે આપાતકાળ માટે દેશમાં ઓછામાં ઓછી ૧.૧૮ લાખ પથારીઓની વ્યવસ્થા કરીને કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ માટે તૈયારી કરી છે.
નેપાળ
ટેસ્ટો કરવા માટે પણ પૈસા નથી
વુહાનથી નેપાળ ફરેલા એક યુવાન માણસમાં ૨૩ જાન્યુઆરીએ કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. જોકે તેનો ટેસ્ટ કરવા માટે દેશમાં કોઈ કિટ પ્રાપ્ય નહોતી. કૉવિડ-૧૯ વાઇરસનું નિદાન કરવા માટેનો ટેસ્ટ ૧૭,૦૦૦ નેપાળી રૂપિયા સુધીની કિંમતનો થાય છે. આથી, વ્યક્તિના નમૂનાઓ સિંગાપોરમાં મોકલવામાં આવ્યા જ્યાં તે પૉઝિટિવ આવ્યો. તેને તરત જ એકાંતવાસમાં મોકલાયો. બાદમાં તેને આગામી નવ દિવસ પોતાની રીતે ઘરમાં એકાંતમાં રહેવાની સલાહ સાથે રજા અપાઈ. લક્ષણવાળા કેસમાં તેણે ઝડપી વૃદ્ધિ જોઈ, તેથી સરકારે પ્રથમ તબક્કામાં ૧૦૦ ટેસ્ટિંગ કિટ ખરીદી. આ નેપાળની ખરાબ સ્થિતિનું દ્યોતક છે. આ રીતે નેપાળ જેની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ કારણકે તેની સરહદ કોરોનાગ્રસ્ત ચીન અને ભારત સાથે અડે છે. આ દેશની આવકનો મુખ્ય સ્રોત પર્યટન છે. વિદેશી પર્યટકો માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ સહિતનાં સાહસો માટે દેશમાં આવે છે અને દેશનું પ્રાકૃતિક સૌંદર્ય પણ માણે છે. નેપાળે આ મહામારીના કારણે તેના પર્યટક વિઝા રદ્દ કરવા પડ્યા અને ભારત-નેપાળ સીમાને પણ બંધ કરવી પડી. ઘર-વાસ પણ ૨૪ માર્ચથી અમલમાં છે. પરિણામે લાખો લોકોને તેમની નોકરી ગુમાવવી પડે તેવી છે. પર્વતારોહકો અને જે લોકો તેમને સહાય કરીને પૈસા કમાય છે તેઓ હવે નવરા છે. હવે તો કટોકટીની દવાઓ પણ ભારત સરકાર જ પૂરી પાડે છે.
ભૂતાન