ગુજરાત

gujarat

ETV Bharat / opinion

આબોહવાએ જોખમનું સિગ્નલ આપી દીધું છે - ભૂગર્ભ જળ

માણસ જાત દરેક ચીજ આપનાર પ્રકૃતિ માતાના વાતાવરણ સાથે વિનાશની રમત રમી રહ્યો છે. માણસ જાતના આ કૃતઘ્ન વર્તન જ આજે પૃથ્વી ગ્રહ દ્વારા અનુભવાતા આબોહવાના મોટા ફેરફારોના મૂળમાં છે. ભારતને વૈવિધ્યસભર આબોહવા ક્ષેત્રોનું વરદાન મળેલું છે. લાંબા સમય પહેલાં, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે તેની કૃષિલાયક ૬૮ ટકા જમીનમાં દુષ્કાળનું જોખમ અનુભવાય છે અને તેની પાંચ કરોડ હૅક્ટર જમીન પૂરગ્રસ્ત બને તેવી છે. કુદરતી આપત્તિઓ વારંવાર આવી રહી છે તેના કારણે દેશમાં વિવિધ સામાજિક-આર્થિક કટોકટીઓ જન્મી રહી છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયે આબોહવા ફેરફારની દુષ્ટ અસરોના કારણે અસર પામનાર વિસ્તારોની યાદી ધરાવતો એક અહેવાલ જાહેર કર્યો છે.

Climate signals danger
Climate signals danger

By

Published : Apr 22, 2021, 3:23 PM IST

  • ભારત વિશ્વનો સૌથી વધુ વસતિવાળો દેશ બની જશે
  • ઈશાન ભારતમાં વારંવાર દુષ્કાળ આવશે
  • વિશ્વ આબોહવા જોખમમાં ભારત સાતમા ક્રમે

ન્યૂઝ ડેસ્ક ઝારખંડ, મિઝોરમ, ઓડિશા, છત્તીસગઢ, આસામ, બિહાર, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આબોહવા ફેરફારોના કારણે સૌથી વધુ અસર પામેલા હશે. અનેક રાજ્યો મધ્યમથી નીચી અસરવાળી શ્રેણીમાં આવે છે. જોકે કુદરતી આપત્તિના પ્રભાવથી એક પણ રાજ્ય અને જિલ્લો છટકી શકે તેમ નથી, કેન્દ્રના અહેવાલમાં કેટલાંક રાજ્યો માટે આગોતરા સાવધાનીનાં પગલાંની યાદી આપેલી છે.

વિશ્વ આબોહવા જોખમમાં ભારત સાતમા ક્રમે

વાવાઝોડાંઓ, પૂર અને લૂએ સર્જેલા વિનાશની હદના આધારે તૈયાર કરાયેલા વિશ્વ આબોહવા જોખમમાં ભારત સાતમા ક્રમે છે. ભારતના પોતાના અભ્યાસોમાં જાહેર થયું છે કે ૧૯૦૧ અને ૨૦૧૮ની વચ્ચે દેશના સરેરાશ તાપમાનમાં ૦.૭ ડિગ્રીનો વધારો થયો છે. જો પ્રદૂષણ કરતાં ઉત્સર્જકોને નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો દેશમાં વર્ષ ૨૦૪૦ અને વર્ષ ૨૦૬૯ વચ્ચે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે. આ પૃષ્ઠભૂમિમાં, કુદરતી આપત્તિઓથી નાગરિકોની સુરક્ષા કરતી કાર્ય યોજનાને તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ.

ભારત વિશ્વનો સૌથી વધુ વસતિવાળો દેશ બની જશે

ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ ભારતનો વિશ્વમાં સાતમો ક્રમ આવે છે. જોકે, તે ટૂંક સમયમાં જ ચીનને હંફાવીને વિશ્વનો સૌથી વધુ વસતિવાળો દેશ બની જશે. આ પરિસ્થિતિમાં, જો ફેરફારવાળી આબોહવા સ્થિતિઓના કારણે પૂર અને દુષ્કાળ આવશે તો માણસ જાતની સુરક્ષા પોતે જ જોખમમાં મૂકાઈ જશે.

ઈશાન ભારતમાં વારંવાર દુષ્કાળ આવશે

વિશ્વ બૅન્કની આગાહીઓ મુજબ, ઈશાન ભારતમાં વારંવાર દુષ્કાળ આવશે અને ઉત્તર ભારત ભવિષ્યમાં વરસાદથી વંચિત રહેશે. આ જ અહેવાલ એવી પણ ચેતવણી આપે છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭૦૦ કરોડ અમેરિકી ડૉલરનું નુકસાન જશે અને ૧૦ ટકા વસતિની આવકમાં ખૂબ જ ઘટાડો થશે. જોકે જો આપત્તિઓનો સામનો કરવા માટે યોગ્ય નીતિઓ અપનાવાશે તો આ નુકસાનના ૮૦ ટકાને રોકી શકાશે.

આબોહવા ફેરફારો પર રાષ્ટ્રીય કાર્ય યોજના વર્ષ ૨૦૦૮માં અસ્તિત્વમાં આવ્યો. આ નીતિ હેઠળ, પાણી અને કૃષિ સહિત આઠ ક્ષેત્રોમાં ગુણાત્મક ફેરફારો મેળવવા યોજના બનાવાઈ હતી. જોકે આજની તારીખ સુધીમાં કોઈ અનુભવી શકાય તેવો કોઈ સુધારો પ્રાપ્ત કરાયો નથી.

દરિયાઈ પટ્ટાને રક્ષવા જરૂરી મૂળભૂત આંતરમાળખું વિકસાવાની જરૂરિયાત

સરકારોએ તત્કાળ જાગવું જોઈએ કારણકે આબોહવામાં ફેરફારો કૃષિ કે જે દેશની કરોડરજ્જૂ છે, તેને અસર કરવા જઈ રહ્યા છે. ટૂંકા સમયગાળાના પાક વિકસાવવાથી માંડીને ધ્યાન પાણી સંરક્ષણ પર, ભૂગર્ભ જળના વપરાશ પર નિયંત્રણ પર અને ટપક સિંચાઈ જેવી નવી ટૅક્નૉલૉજી અપનાવવા પર આપવવી જોઈએ. દરિયાઈ પટ્ટાને રક્ષવા જરૂરી મૂળભૂત આંતરમાળખું વિકસાવીને તેમજ યોગ્ય આરોગ્ય સુરક્ષા પ્રણાલિ સ્થાપિત કરીને પણ, આપણે આપત્તિઓ સામે અસરકારક રીતે ઊભા રહી શકીશું.

ABOUT THE AUTHOR

...view details