- સાયબર અને સ્પેસ પાવર માટે સૈન્ય મથકો બનાવી રહ્યું છે ચીન
- ચીન અન્ય દેશોમાં લશ્કરી થાણા અને લોજિસ્ટિક સુવિધા માટે જમીન શોધે છે
- ઇક્વેટોરિયલ ગિનીમાં પ્રથમ એટલાન્ટિક લશ્કરી મથક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું ડ્રેગન
હોંગકોંગ: ચીન વિશ્વભરમાં સૈન્ય મથકો (China Military Bases In The World) બનાવી રહ્યું છે, પરંતુ તેણે અત્યાર સુધી માત્ર એક જ ઠેકાણાની પુષ્ટિ કરી છે. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (american department of defense)નો દાવો છે કેચીન તેની આર્મી, એરફોર્સ અને નેવીને વધારાની સૈન્ય સુવિધાઓ આપી રહ્યું છે. આ સાથે તે સાયબર અને સ્પેસ પાવર માટે સૈન્ય મથકો પણ બનાવી રહ્યો છે. પેન્ટાગોનના અધિકારીઓનું કહેવું છે કે, શી જિનપિંગે સત્તા સંભાળ્યા બાદ ચીનની સેના વધુ આક્રમક (aggressive chinese army) બની છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વિશ્વની સૌથી મોટી સેના (world's biggest army)છે. હવે તે વિશ્વના અન્ય દેશોમાં લશ્કરી થાણા અને લોજિસ્ટિક્સ સુવિધાઓ માટે જમીન શોધી રહી છે.
ચીન ઇક્વેટોરિયલ ગિની અને UAEમાં લશ્કરી મથકો બનાવી રહ્યું છે
ગત દિવસોમાં ઇક્વેટોરિયલ ગિની અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ ખૂબ ચર્ચામાં રહ્યા. અહેવાલો અનુસાર, શક્ય છે કે ચીન આ બંને દેશોમાં સૈન્ય મથકો બનાવી રહ્યું છે. ડિસેમ્બરની શરૂઆતમાં મીડિયા અહેવાલોએ આક્ષેપ કર્યો હતો કે, ચીન ઇક્વેટોરિયલ ગિનીમાં તેનું પ્રથમ એટલાન્ટિક લશ્કરી મથક (china atlantic military base in equatorial guinea) બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સની કડક ચેતવણી બાદ ચીને અબુ ધાબીથી 80 કિમી ઉત્તરમાં ખલીફાના કાર્ગો પોર્ટ (khalifa kargo port abu dhabi) પર બાંધકામ અટકાવવું પડ્યું હતું.
ચીન અને UAE વચ્ચે અબુ ધાબી ટર્મિનલ અપગ્રેડ કરવાનો કરાર
અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે, ચીન સંયુક્ત આરબ અમીરાતને જાણ કર્યા વિના ત્યાં ગુપ્ત રીતે સૈન્ય મથક (chinese military base in uae) બનાવી રહ્યું છે. 2018માં સંયુક્ત આરબ અમીરાત અને ચીને COSCO શિપિંગ પોર્ટ્સ અબુ ધાબી ટર્મિનલ (cosco shipping ports abu dhabi terminal)ને અપગ્રેડ કરવા માટે USD300 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ બંદર અલ ધફરા એર બેઝ અને જેબેલ અલી બંને નજીક આવેલું છે. દુબઈના આ બંદર પર યુએસ નેવીના જહાજોના આગમનની ફ્રીક્વન્સી વધુ છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહાર યુએસ નેવી માટે દુબઇ સૌથી વ્યસ્ત બંદર (dubai busiest port for us) છે.
કંબોડિયામાં મિલિટરી બેઝ બનાવી રહ્યું છે ચીન