- વિપક્ષોના વિવિધ નેતાઓએ કેન્દ્રને મદદ કરવા વિનંતી કરી હતી
- સરકારને વાઇરસને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ માગણી કરી
- બાઇડેને અમેરિકન્સ માટે 138 લાખ કરોડનું કાહત પેકેજ જાહેર કર્યું
ન્યૂઝ ડેસ્ક: વિપક્ષોએ કોરોના મહા કટોકટીના સંદર્ભમાં જવાબદારીથી વર્તન કર્યું છે. 10 દિવસ પહેલાં, વિપક્ષોના વિવિધ નેતાઓએ કેન્દ્રને વિનંતી કરી હતી કે, સમગ્ર દેશમાં તમામ મેડિકલ કેન્દ્રને ઑક્સિજન વિના વિઘ્ને પૂરું પાડવાનું અને નિઃશુલ્ક એક સમાન રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે. સંયુક્ત વિનંતીને યોગ્ય પ્રતિસાદના અભાવની ટીકા કરતા, ચાર મુખ્ય પ્રધાનો અને 12 વિપક્ષોએ સંયુક્ત રીતે વડા પ્રધાનને ફરી એક વાર લખ્યું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. દેશના તમામ લોકોને નિઃશુલ્ક રસીકરણ માટે બજેટમાંથી રૂપિયા 35,000 કરોડ છૂટા કરવામાં આવે તેવી માગણી ઉપરાંત, વિપક્ષોએ સરકારને વાઇરસને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ માગણી કરી. પૃષ્ઠભૂમિમાં સાચે જ ઊંડી અને વિષાદી પરિસ્થિતિએ વિપક્ષોને કેન્દ્રને સંયુક્ત અપીલ કરવાની ફરજ પાડી છે.
એક તરફ જુલાઈ સુધી દેશમાં રસીની અછત ચાલુ રહેશે અને બીજી તરફ ઑક્સિજન અને અન્ય જીવન રક્ષક દવાઓની તંગી રહેશે તેવા અંદાજની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રએ રાજ્યોના સમર્થન સાથે પરિસ્થિતિ સુધારવા ઝડપથી કાર્ય કરવું જોઈએ. લગભગ 14 મહિના પછી પહેલી વાર ઇંગ્લેન્ડમાં થોડા દિવસો પહેલાં કૉવિડથી કોઈનું મૃત્યુ નોંધાયું નહોતું. આ દેશમાં નવા કેસોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. ભારતમાં 13 રાજ્યોમાં એક લાખ કરતાં વધુ સક્રિય કેસો ફેલાયા છે. આવા 37 લાખ કરતાં વધુ કેસો સમગ્ર દેશમાંથી નોંધાયા છે. કુલ 2.37 કરોડ પૉઝિટિવ કેસ અને 2.6 લાખ મૃત્યુ સાથે ભારતમાં કોરોનાથી દૈનિક મૃત્યુ દર 4,000થી નીચે આવી રહ્યો નથી. આ ડરામણી સ્થિતિમાં, ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR)એ 10 ટકા કરતાં વધુ પૉઝિટિવ કેસો જ્યાં નોંધાયા છે, તેવા 530 જિલ્લાઓમાં 8 સપ્તાહના લૉકડાઉનનું સૂચન કર્યું છે.