ન્યુઝડેસ્કઃ JEE (મેઇન) 2020ના તમામ ઉમેદવારેને 1લી એપ્રિલ 2020 ફોર્મમાં સુધારો કરવા માટેના સમયમાં વધારો કર્યો હતો.. આજે કેન્દ્રીય માનવ સંશોધન વિકાસ કેબીનેટ મંત્રી રમેશ પોખરીયલે જાહેકાત કરી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાનું કેન્દ્ર બદલવા માટે વિશેષ અધિકાર અપાયો છે.. તેમ તેમણે પોતાના ટ્વીટમાં પણ જણાવ્યુ હતુ.
JEE (મેઇન) 2020 પરીક્ષા માટે અરજી કરનાર , તમારી એપ્લીકેશન સાથે સેન્ટર્સમાં સુધારો કરો
કોવિડ-19 રોગચાળાની સ્થિતિને કારણે નેશનલ ટેસ્ટીંગ એન્જસી( એનટીએ) એ JEE (મેઇન) 2020ના અરજી ફોર્મમાં કેન્દ્રો માટે શહેરો બદલવા માટે સુધારો કરવા માટેની તક આપી છે.
વિદ્યાર્થીઓ તેમની અરજીઓ www.jeemain.nta.nic પર તા. 14 એપ્રિલ સુધીમાં ફોરમ જમા કરાવી શકશે.. અને 11.50 ફી પણ જમા કરાવી શકશે. જેમાં ક્રેડિટ /ડેબીટ /નેટ બેંન્કિંગ/ યુપીઆઇ દ્વારા ચુકવણી કરી શકાશે અને પેટીએમ દ્વારા પણ ચુકવી શકાશે. એપ્લીકેશન સુધારણા સુવિદ્યા પર એનટીએની પ્રેસ રિલીઝ નીચે મુજબ છે.
JEE (MAIN) 2020ની પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત એનટીએએ 31મી માર્ચ 2020ના રોજ કરી હતી. જેમાં 5, 7, 9 અને 11મી એપ્રિલ 2020ના રોજ યોજાનારી JEE (MAIN) 2020ની પરીક્ષા મે 2020ના છેલ્લાં સપ્તાહ સુધી મુલવતી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પછીની તારીખ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે અને તે મુજબ પ્રવેશ કાર્ડ તૈયાર કરવામાં આવશે.