ડાયાબિટિશ અને સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી બીમારીઓથી કોઈ અજાણ નથી કારણ કે, આ બધી જ બીમારીઓ હવે લગભગ બધાના ઘરમાં ઘર કરી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ડાયાબિટિશ મહાસંઘના પ્રમાણે, ભારતમાં 2017માં લગભગ 72,946,400 ડાયાબિટિશના કેસો જોવા મળ્યા હતા. વર્ષ 2025 સુધી તે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, ડાયાબિટીસથી પીડાતા 30 કરોડ પુખ્ત વયના ત્રણ-ચોથા ભાગના લોકો બિન-ઔદ્યોગિક દેશોમાં હશે. એનસીબીઆઈના અહેવાલ પ્રમાણે, ભારત અને ચીન જેવા દેશોમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા કુલ વસ્તીના એક તૃતીયાંશ હશે.
ક્લિનિકસ ન્યૂટ્રીનિસ્ટ, ડાઈટિશિયન અને હીલ યોર બૉડીના સંસ્થાપક રજત ત્રેહનના જણાવ્યા પ્રમાણે, હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના શોધકર્તાઓના નેતૃત્વમાં કરવામાં આવેલ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટિશ અને ઉચ્ચ રક્તપાતનો દર ભારતના બધા ભૌગોલિક ક્ષેત્રોં અને સામાજિક જનસંખ્યાકીય સમૂહોના મધ્યમવર્ષીય લોકોમાં વધારે જોવા મળશે.
તેમણે કહ્યુ કે, શહરીકરણ તરફ વધી રહેલા ભારતીય સમાજમાં આ બે બીમારિયો જલ્દીથી પગપેસરો કરી રહી છે. આંકડાઓ જોતા લાગી રહ્યુ છે કે, ડાયાબિટીસના પ્રસારને લિંગ સાથે કંઈ લેવા દેવા નથી કારણ કે, તે સ્ત્રીઓ માટે 6.1 ટકા અને પુરુષો માટે 6.5 ટકા છે. ઉચ્ચ રક્તપાતની પ્રવૃતિ પુરુષોમાં વધારે છે. 20 ટકા મહિલાઓ આ બીમારીથી પીડિત છે જો કે, પુરુષોમાં આ પ્રમાણ 25 ટકા છે.