ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

દુનિયામાં સૌપ્રથમ વાર આવી મેલેરીયાની રસી, આ દેશના બાળકોને અપાશે પહેલા

નવી દિલ્હી: દુનિયામાં પહેલી વાર બાળકોને મલેરિયાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે. એક સર્વે અનુસાર દર વર્ષે દુનિયાભરમાં 4 લાખ 35 હજાર લોકો દર વર્ષે મેલેરીયાના કારણે મૃત્યુ પામે છે. તો જાણો કઇ રીતે આ રસી કામ કરશે.

By

Published : Apr 26, 2019, 9:47 AM IST

ડિઝાઇન ફોટો

દુનિયામાં પહેલી વાર મેલેરીયાની રસી કરણ આપવાનું શરૂ કરવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન( વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇજેશન)(who)એ આ મામલે વિગતો આપતા જણાવ્યું છે કે, સૌથી પહેલા આ રસી અમેરીકાના 3,60,000 બાળકોને આપવામાં આવશે. મેલેરીયાની રસી લગાવવાના કાર્યક્રમનો પ્રારંભ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે કેન્યા અને ઘાનાના બાળકો દ્વારા કરવામાં આવશે.

આ રસી બે વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને લગાવવામાં આવશે. WHO તરફથી આ રસી વિશે જાહેર કરવામાં આવેલી સુચનાઓ અનુસાર આ રસી 10માંથી 4 મેલેરીયાના કેસને રોકવામાં સક્ષમ છે. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ડેટર્સ ઍથાનૉમ ઘ્રેબ્રેયેસસે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં મેલેરીયાનો તાગ મેળવવા માટે નવી પ્રક્રિયા વિશે વિચારવું જોઇએ. આ રસી આમા મોટા પ્રમાણમાં મદદગાર સાબીત થઇ છે.

તેમના જણાવ્યા અનુસાર મેલેરીયાની રસી આફ્રિકામાં 1000 બાળકોનો જીવ બચાવવામાં કામ આવે તેમ છે. ઉલ્લેખનિય છે કે, આફ્રિકન દેશોંમાં મેલેરીયાના કારણે દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. એટલા માટે WHOએ તેમના પહેલા પાયલટ પ્રોજેક્ટ માટે આફ્રિકાને પસંદ કર્યો છે. એક સર્વે અનુસાર દર વર્ષે દુનિયાભરના લગભગ 4,35,000 લોકો મલેરિયાના કારણે મૃત્યુ પામતા હોય છે.

મેલેરીયા મચ્છર કરડવાના કારણે થનારી બિમારીની સૌથી વધુ સંભાવના 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોમાં હોય છે. એક સર્વેમા દાવો કરવામાં આવ્યો છે, કે દર બીજી મિનીટે એક બાળક મેલેરીયાની બિમારીમાં સંપડાઇ જાય છે. જેમાં સૌથી વધુ કેસ આફ્રિકન દેશોમાં જોવા મળે છે. હાલમાં જ એવા આંકડાઓ સામે આવ્યા હતા, જેમાં આફ્રિકન દેશોમાં દર વર્ષે લગભગ 2.5 લાખ બાળકો મેલેરીયાના કારણે મૃત્યુ પામતા હોય છે.

આ રસીને RTS, એસ અથવા તો મૉસ્ક્યૂરિટકિસના નામથી ઓળખવામાં આવે છે. આ દવાઓ દુનિયાની મહાન બ્રિટિશ ફાર્માસ્યૂટિકલ કંપની GSKમાં 1987માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી ચાલેલી આ શોધ બાદ આનું નિર્માણ થવા પામ્યું હતું. આને બનાવવામાં પાથ નામક NGOએ પણ મદદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details