- માર્કેટમાં આવશે ફ્લિપ કેમેરા સાથેનો ફોન
- આ વર્ષે લોન્ચ થઇ શકે છે કેમેરો
- આ ટેક્નૉલોજી પર થઇ રહ્યું છે કામ
બીજિંગ: ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ એક અંડર - સ્ક્રીન ફ્લિપ કેમેરા સાથે એક સ્માર્ટફોન ડિઝાઇનનું પેટંટ કરાવ્યું છે. જે પ્રાઇમરી અને સેલ્ફી કેમેરા બન્નેનું કામ કરવા માટે સક્ષમ છે. આ કેમેરા ફ્લિટ ટેક્નિકથી કેમેરો 180 ડિગ્રી સુધી રોટેટ થશે અને સેલ્ફી કમ રિયર - ફેસિંગ કેમેરા બંને રીતે કામ કરશે. ગિજ્મોચાઇનાએ પોતાના એક રિપોર્ટમાં સામે જણાવ્યું છે કે સ્માર્ટફોન સેગમેન્ટમાં નવા એક્સપેરિમેન્ટ અને વિકાસ થઇ રહ્યાં છે.
કેમેરા ટેક્નૉલોજી પર થઇ રહ્યું છે કામ
કંપનીએ થોડા સમય પહેલાં જ કર્વ ડિસપ્લે અને એક અંડર ડિસપ્લે કેરોના વાળા ફોન લોન્ચ કર્યા હતાં. જો કે શાઓમી એક માત્ર એવી કંપની નથી કે જે આ પ્રકારના પ્રયોગો કરે છે. વર્લ્ડ ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન(WIPO) દ્વારા આપવામાં આવેલા નવા પેટન્ટ દ્વારા હિન્ટ આપવામાં આવી છે કે અંડર ડિસપ્લે કેમેરા ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે.