- રીયલમી સ્માર્ટફોને મેળવ્યું જર્મન ટીયુવી પ્રમાણપત્ર
- યુવા વપરાશકર્તાઓને આકર્ષવા માટે રીયલમીની કોશિશ
- રીઅલમી સી 21 અને સી 25 સ્માર્ટફોન બન્યાં વધુ ગુણવત્તાયુક્ત
નવી દિલ્હીઃ રીયલમી એ વિશ્વની પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ છે જેને ટીયુવી રેનલેન્ડ ઉચ્ચ-વિશ્વસનીયતા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર મેળવનાર રીઅલમી સી 21 અને રીઅલમી સી 25 પ્રથમ સ્માર્ટફોન બન્યાં છે.
સ્માર્ટફોનના સ્ટાન્ડર્ડને અપગ્રેડ કરવાની કોશિશ
રીયલમી ઇન્ડિયા-યુરોપના વાઈસ પ્રેસિડેન્ટ અને સીઇઓ માધવ શેઠે આ તકે જણાવ્યું હતું કે અમને જણાવતાં આનંદ થાય છે કે અમે વિશ્વની ખ્યાતનામ ગુણવત્તા પ્રમાણન કરતી ટીયુવી રેનલેન્ડ સાથે કામ કરી રહ્યાં છીએ. આ સાથે અમે સ્માર્ટફોનના સ્ટાન્ડર્ડને અપગ્રેડ કરી રહ્યાં છીએ. કંપની દ્વારા વધુમાં જણાવાયું કે આ પ્રમાણપત્રથી ગુણવત્તા નિયંત્રણ કરવા તેમજ બધાં પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.