આ સ્માર્ટ ફોન કંટસ્ટન બ્લેક અને સ્ટિલ કલર્સમાં 6,999 રૂપિયાની કિંમત પર (2GB પ્લસ 16 GB સ્ટોરેજ) ઉપલબ્ધ હશે. તો 3GB પ્લસ 32GB વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા હશે.
ઓફરની અવધી પુરી થયા બાદ આ ક્રમશઃ 7,699 રૂપિયા અને 8,699 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ હશે. એચએમડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો શ્રીવિકાસે પત્રકારોને જણાવ્યું કે, "નોકિયા 2.2 એ ભારતીય બજારમાં સૌથી સુલભ સ્માર્ટફોન છે, જે તમને સૌથી સુરક્ષિત સારા એન્ડ્રોઈડનો અનુભવ આપે છે. મને એ જણાવતા ખુશી થાય છે કે નોકિયા 2.2 વૈશ્વિક ધોરણે સૌપ્રથમ ભારતમાં લોન્ચ થઈ રહ્યું છે."