ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

LGએ K42 સાથે બજેટે ફોન સેગમેન્ટમાં કરી ફરી એન્ટ્રી - સાયન્સ એન્ડ ટેક્નૉલોજી

LGએ ભારતમાં બજેટે ફોન સેગમેન્ટમાં ક્વાડ રિયર કેમેરા અને 4000 mAh બેટરી સાથે K42 ફોન લોન્ચ કર્યો છે. LGના આ ફોનના ફિચરની વાત કરીએ તો તેમાં 6.6 ઇંચની HD ડિસપ્લે છે, 8 MP સેલ્ફી કેમેરા, ટાઇમ હેલ્પર ફિચર ગુગલ આસિસ્ટન્ટ બટન વગેરે છે.

LGએ K42 સાથે બજેટે ફોન સેગમેન્ટમાં કરી ફરી એન્ટ્રી
LGએ K42 સાથે બજેટે ફોન સેગમેન્ટમાં કરી ફરી એન્ટ્રી

By

Published : Mar 26, 2021, 1:19 PM IST

  • LGએ બજેટે ફોન સેગમેન્ટમાં કરી એન્ટ્રી
  • ક્વાડ રિયર કેમેરા અને 4000 mAh બેટરી સાથે લોન્ચ કર્યો ફોન K42
  • 3જી રેમ સાથે 64 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 10,990 રૂપિયા

નવી દિલ્હી : કોરિયાની ટેક કંપની LGએ ભારતના સ્માર્ટફોન બજારમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવા માટે ક્વાડ રિયર કેમેરા અને 4000 mAh બેટરી સાથે K42 ફોન લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટ ફોન મિલિટ્રી ગ્રેડ સિસ્ટમને ફૉલોવ કરે છે. તેના વિશે એવું પણ કહેવામાં આવે છે અમેરિકાના સૈન્ય પરિક્ષણની 9 અલગ અલગ શ્રેણીમાંથી તે પસાર થયો છે. જેમાં હાઇ અને લૉ ટેમ્પ્રેચર. ટેમ્પ્રેચર શોક, વાઇબ્રેશન, શૉક વગેરેનો સમાવેશ થાય છે.

3જી રેમ સાથે 64 જીબી સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 10,990 રૂપિયા છે. સાથે જ આ ફોનમાં એક વખત ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ સાથે 2 વર્ષની રિયલ વૉરંટી આપવામાં આવી છે.

LGના ફોન K42ના ફિચર્સ

  • K42માં ગૂગલ આસિસ્ટન્ટનું બટન આપવામાં આવ્યું છે. આ બટન દબાવતા તરત ગૂગલ આસિસ્ટન્ટ લોન્ચ થઇ શકે છે.
  • K42 ફિંગરપ્રિન્ટ સેન્સર અને તેનાથી અનલૉકિંગ પણ થાય છે
  • LGએ K42 ફોનમાં સુપર શાર્પ 6.6 ઇંચની HD ડિસપ્લે છે. આ સ્માર્ટફોન સિનેમેટિક એક્સપિરિયન્સ આપે છે.
  • આ ડિસપ્લે એ લોકો માટે ખૂબ જ સારો છે જેઓ ખૂબ જ વીડિયો અથાવા ફિલ્મો જૂએ છે સાથે જ ગેમ રમવાનું પસંદ કરે છે.
  • LGએ K42ના એક ક્વાડ રિયલ કેમેરા સેટઅપ છે. જેમાં એક સુપર વાઇડ એન્ગલ લેન્સ છે.સાથે જ 13MP પ્રાઇમરી સેન્સર, 5 MP સેકન્ડરી સેન્સર આવેલું છે. આ કેમેરા સેટઅપમાં 2 મેગાપિક્સલ ડેપ્થ સેંસર અને 2 MP મેક્રો શૂટર પણ આવેલું છે.
  • સેલ્ફી અને વીડિયો ચેટ માટે આ ફોનમાં 8 MP ફ્રન્ટ કેમેરા સેન્સરની સુવિધા પણ આપવામાં આવી છે.
  • આ ફોનમાં ફ્લેશ જંપ કટ જેવી સુવિધા પણ છે જે થોડા થોડા અંતરાલમાં 4 તસવીર લઇ શકે છે. સાથે જ ફ્લેશ સંકેત પણ આપશે કે કેમેરો તસવીર લઇ રહ્યો છે.
  • ટાઇમ હેલ્પર ફિચર એ પણ દર્શાવશે કે કેમેરો ક્યારે તસવીર લેશે
  • આ ડિવાઇઝના રિવ્યૂ સારા છે અને લોકોને આ ફોન વાપરતી વખતે કોઇ વધારે તકલીફ પણ નથી પડતી.
  • એન્ટ્રી લેવલના ગેમર્સ માટે આ ફોનમાં ગેમ લૉન્ચર પ્રિલૉડ કરવામાં આવ્યું છે. જે મોબાઇલમાં પ્રાઇમરી સેટિંગ્સ આપવામાં મદદ કરે છે.
  • LGએ K42 ફોનમાં 4000 mAh બેટરી છે જેના કારણે આ સ્માર્ટફોનની બેટરી લાઇફ એક દિવસથી વધારે છે. જો કે બેટરી લાઇફ ફોનના ઉપયોગ પર પણ આધાર રાખે છે.

ABOUT THE AUTHOR

...view details