- લાવાએ લોન્ચ કર્યો નવો સ્માર્ટ ફોન Z2 Max
- આ ફોન દ્વારા ઓનલાઈન શિક્ષણમાં બાળકોને રહેશે સરળતા
- સ્માર્ટ ફોનની કિંમત 7,799
નવી દિલ્હી: કોવિડ -19 ની બીજી લહેર વચ્ચે ઓનલાઇન શિક્ષણને માટે, ભારતની સ્માર્ટફોન બ્રાન્ડ લાવાએ એક નવો સ્માર્ટફોન Z2 Max લોન્ચ કર્યો, જે મોટી સ્ક્રીન અને દમદાર બેટરી બેકઅપ સાથે બજારમાં રજૂ કરવામાં આવ્યોછે. 7 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે અને 6000 MAhની બેટરી સાથે આવતો આ સ્માર્ટફોન, લાવાના ઇ-સ્ટોર અને પ્રમુખ ઓનલાઇન સાઈટ્સ અને ઓફલાઇન 7,799 રૂપિયામાં ઉપલબ્ધ છે.
બાળકોને કરશે મદદ
લાવા ઇન્ટરનેશનલના પ્રોડકટ હેડ તેજીન્દરસિંહે એક નિવેદનમાં જણાવ્યું છે કે Z2 Max સાથે અમે સુનિશ્ચિત કરવા માંગીએ છે કે દરેક વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ મળે અને ભવિષ્યમાં રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે.સિંહે કહ્યું, આ સિવાય ઓનલાઇન શિક્ષણ પ્રણાલી લાંબા સમય સુધી ચાલવાની છે અને તે આગળ જઈને ભારતમાં શિક્ષણ પ્રણાલીનો અભિન્ન ભાગ બનશે. વિદ્યાર્થીઓએ ડિજિટલ લર્નિંગમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે, જે તેમને વધુ વ્યક્તિગત તેમજ ઇન્ટરેક્ટિવ બનવામાં મદદ કરે છે અને તેમને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે.