- વીવોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રેટર નોયડામાં છે
- વીવો એક્સ 60માં ક્વૉલકમ સ્નેપડ્રેગન 870 એસઓસી છે.
- આ ફોનનું વજન 177 ગ્રામ છે.
નવી દિલ્હી:સ્માર્ટ ફોન બનાવતી કંપની વીવીએ પોતાની ઓપોઝિટર્સને ટક્કર આપવા માટે નવો સ્માર્ટફોન એક્સ 60 પ્રો લોન્ચ કર્યો છે. વીવો એક્સ 60 પ્રોને વીવો એક્સ 60 અને વીવો એક્સ 60 પ્રો પ્લસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવો એક્સ 60 પ્રોમાં 12 જીબીથી પ્લસ 256 જીબી સાથે સિંગલ સ્ટોરેજ વેરિયંટની સુવિધા મળશે. આ ફોનની કિંમત 49,990 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક અને શિમર બ્લૂ કલર્સમાં લોન્ચ થયો છે.
વીવો એક્સ 60ના સ્પેસિફિકેશન્સ:
- આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ફોન ક્વૉલકમ સ્નેપડ્રેગન 870 એસઓસી અને ગિમ્બલ સ્ટેબિલાઇઝેશન સાથે એક 48 એમપીના રિયર કેમેરાથી સજ્જ છે.
- વીવએ ગયા વર્ષે ભારતમાં એક્સ સીરિઝ સાથે પ્રીમિયમ સ્માર્ટફોનના સેગમેન્ટમાં એન્ટ્રી કરી હતી. જેની મેન્યુફેક્ચરિંગ યુનિટ ગ્રેટર નોઇડામાં થાય છે.
- ફોનના ડિઝાઇનની વાત કરીએ તો તે એક હદ સુધી વીવો એક્સ 50 પ્રો જેવો જ છે. જેનું વજન 177 ગ્રામ છે અને માપ 158.58 x73.24 x 7.59 મીમી છે.
- ડિવાઇઝમાં વૉલ્યૂમ અને પાવર બટન ઉપરની તરફ ડાબી બાજુ છે. આ સિવાય ફોનમાં એક સ્પિકર ગ્રીલ યુએસબી-સી પોર્ટ અને ડ્યુઅલ સીમ સ્લોટ છે.
- પાતળો અને કર્વ્ડ સ્ક્રિન ઉપર તરફ સેન્ટર આવેલું પંચ હોલ ડિવાઇઝને વધારે આકર્ષક બનાવે છે.