ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

19 જુને ભારતમાં લોન્ચ થશે ASUS 6Z ફોન - Technology news

નવી દિલ્હીઃ તાઈવાનની મોટી અને નામચીન ટેક્નોલોજી કંપની આસુસના ઝેનફોન 6 ભારતમાં 19 જુને લોન્ચ કરવામાં આવશે, પરંતુ હવે કંપનીએ તે ડિવાઈસનું નામ બદલીને ASUS 6Z નામ રાખવામાં આવ્યું છે.

asus

By

Published : Jun 9, 2019, 6:28 PM IST

કંપનીને ટ્રેડમાર્ક ઝેન,ઝેનફોનઅથવા અન્ય સમાન ટ્રેડમાર્ક હેઠળ ઉત્પાદનોના વેચાણથી કંપનીને પ્રતિબંધિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર ASUS 6Z ની માહિતી આપતું પેજ પર આ ફોનની તમામ માહિતી અને વિશેષતાઓ ઉપલબ્ધ હશે.

જો ફોનની વિશેષતાઓની વાત કરીએ તો ડિવાઈસમાં ફુલ એચડી પ્લસ રીઝોલ્યુશન અને એચડીઆર 10 સપોર્ટ સાથે નૉચ લેસ 6.46 ઇંચ નૈનોએઝ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે. તો ફોનને ક્વિક ચાર્જ 4.0 ના સપોર્ટ સાથે 5000 MAHની બેટરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details