નવી દિલ્હી: સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે સોમવારે તેના મોનિટર લાઇનઅપમાં નવા 2022 મોડલ્સ (SAMSUNG 2022 MONITORS) રજૂ કર્યા છે, જે સ્માર્ટ ટીવી જેવી કાર્યક્ષમતા પ્રદાન કરે છે. જેમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ અને ઘર અને ઓફિસમાં IoT ડિવાઇઝને નિયંત્રિત રાખી શકે છે. નવીનતમ મોનિટર્સમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ તેમજ Odyssey's Quantum Mini LED, બેકલાઇટ પેનલ અને HDR2000 જેવા સ્માર્ટ અને પ્રો-લેવલ એલીમેન્ટની સુવીધાઓનો સમાવેશ થાય છે.
નવુ લાઇનઅપ સારી પિક્ચર ક્વોલિટી અને સાહજિક સુવિધાઓ પ્રદાન કરે છે
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવુ લાઇનઅપ સારી પિક્ચર ક્વોલિટી અને સાહજિક સુવિધાઓ પ્રદાન કરે છે, જે જરૂરિયાત અનુરૂપ મોનિટર પસંદ કરતી વખતે ગ્રાહકોને વધુ વિકલ્પો આપે છે. નવીનતમ મોનિટર્સમાં હાઇ પર્ફોર્મન્સ ગેમિંગ તેમજ Odyssey's Quantum Mini LED બેકલાઇટ પેનલ અને HDR2000 જેવા સ્માર્ટ અને પ્રો-લેવલ એલીમેન્ટની સુવિધાઓનો સમાવેશ થાય છે.
વપરાશકર્તાઓના અનુભવોને તેમના જ ઘરમાં પોતાના કમ્ફર્ટ પ્રમાણે વધારે
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ખાતે વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હાયસુંગ હાએ જણાવ્યું હતું કે, "સેમસંગનું 2022 લાઇનઅપ મોનિટર ઇનોવેશનમાં આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્પર્ધાત્મક ગેમર્સ, વ્યાવસાયિક ડિઝાઇનર્સ જેવી દરેક વ્યક્તિની માંગને સંતોષે છે." "જેમ જેમ કામ અને મનોરંજનની દુનિયા સતત વિકસિત થઈ રહી છે, ત્યારે અમે મોનિટર્સ પ્રદાન કરવામાં ગર્વ અનુભવીએ છીએ જે વપરાશકર્તાઓના અનુભવોને તેમના જ ઘરમાં પોતાના કમ્ફર્ટ પ્રમાણે વધારે છે."
2022 સ્માર્ટ મોનિટર M8 32-ઇંચ સ્પેસ એફીસીયન્સી પ્રદાન કરે છે