ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

‘પિગ્સો લર્નિંગ’ એપના સર્જક મયંક પંચાલ સાથે Etv Bharatની ખાસ વાતચીત - Student Start and Innovation Policy Scheme

અરવલ્લીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અઘરી હોય છે. તેને સરળ બનાવવાના ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં વધુ એક પ્રયાસ મોડાસાના યુવાને કર્યો છે. તો ચાલો આ એપ્લિકેશન બનાવનાર મયંક પંચાલ સાથે કરીએ ખાસ વાતચીત...

લર્નિંગ એપ

By

Published : Jun 8, 2019, 9:07 PM IST

આ યુવાને ‘પિગ્સો લર્નિંગ’ નામક એક એપ્લિકેશન બનાવી છે, જેના થકી સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકે છે. આ એપ્લિકેશનને ગુજરાત સરકારના સ્ટુડન્ટ સ્ટાર્ટ એન્ડ ઇનોવેશન પોલીસી યોજનામાં પણ પસંદગી પામી છે.

‘પિગ્સો લર્નિંગ’ એપના સર્જક મયંક પંચાલ સાથે Etv Bharatની ખાસ વાતચીત

મોડાસાના યુવાન સોફ્ટવેર ઈજનેર મયંક પંચાલે એક એવી એપ્લિકેશન બનાવી છે, જેમાં UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. ત્યારે આ એપ્લિકેશન અંગે મયંક પંચાલ પાસેથી જાણીએ ખાસ માહિતી...

ABOUT THE AUTHOR

...view details