ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

શું ખરેખર ભારતમાં રિલોન્ચ થશે PUBG?

સાઉથ કોરિયન વોડિયો ગેમ ડેવલપર, ક્રાફટોને જણાવ્યું છે કે PUBG ખૂબ જ ઝડપથી ભારતીય માર્કેટમાં પરત આવશે. જો કે, આ વખતે આ ગેમ PUBG મોબાઇલ ઇન્ડિયાના નામે લોન્ચ નહીં થાય પણ હવે તે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના નામે લોન્ચ કરવામાં આવશે.

શું ખરેખર ભારતમાં રિલોન્ચ થશે પબજી?
શું ખરેખર ભારતમાં રિલોન્ચ થશે પબજી?

By

Published : May 6, 2021, 9:49 PM IST

  • PUBG કરી રહી છે ભારતમાં કમબેક
  • ગેમ ડેવલપર્સે કરી જાહેરાત
  • ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે અનિશ્ચિતતા

ન્યૂઝ ડેસ્ક : અફવાઓની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે PUBG ભારતમાં પરત ફરી રહી છે. સાઉથ કોરિયન ગેઇમ ડેવલપર ક્રાફટોને કન્ફર્મ કર્યું છે કે, ભારતીય યુઝર્સ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે ગેઇમ PUBG રિલોન્ચ આવી રહી છે. કંપનીના સોશિયલ મીડિયા અકાઉન્ટ અને વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે, થોડા સમયમાં PUBG ભારતમાં ફરી પાછી ફરી રહી છે. જો કે, આ ગેઇમનું નામ PUBG નહીં હોય આ વખતે તેને બેટલગ્રાઉન્ડ્સના નામથી લોન્ચ કરવામાં આવશે

વધુ વાંચો:PUBG અને ભારત

ભારતમાં ડેટા સિક્યોરિટી પર અપાશે ભાર

ક્રાફટોને વધુમાં જણાવ્યું હતું કે, "દરેક સ્ટેજ પર પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટીએ સૌથી વધુ મહત્વપૂર્ણ રહેશે. આ સાથે જ ભારતના તમામ કાયદાનું પાલન કરવામાં આવશે. કંપનીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, આ ગેમ મોબાઇલમાં ખેલાડીને વર્લ્ડ ક્લાસ ગેઇમિંગ અનુભવ આપશે" ગેઇમ મોબાઇલમાં રમવા વાળા ખેલાડીઓ માટે ફ્રીમાં રમવાના ઓપ્શન સાથે લોન્ચ થશે.

વધુ વાંચો:ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઇકઃ કેન્દ્ર સરકારે વધુ 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો

2જી સપ્ટેમ્બરે ભારતમાં બેન થઇ હતી 118 એપ્સ

થોડા સમય પહેલાં જ ભારતીય યુટ્યુબ ચેનલ પર PUBG મોબાઇલ ઇન્ડિયા દ્વારા એક શોર્ટ ટિઝર લોન્ચ કર્યું હતું, જે પછી ઉતારી લેવામાં આવ્યું હતું. જો કે, આ ટીઝરમાં ગેમ ક્યારે લોન્ચ થશે. તે અંગે કોઇ જ માહિતી આપવામાં આવી ન હતી. ભારતીય સરકારે 2 સપ્ટેમ્બર, 2020ના રોજ 118 એપ્સને રાષ્ટ્રીય સિક્યુરીટીના હેતુથી બેન કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, PUBGના વૈશ્વિક સ્તરે 600 મિલિયન ડાઉનલોડ્સ છે અને 50 મિલીયન એક્ટીવ પ્લેયર્સ છે.

ABOUT THE AUTHOR

...view details