ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

પબજીપ્રેમીઓ આનંદો! ભારતીય સંસ્કરણ પ્રિરજિસ્ટ્રેશન પ્લે સ્ટોર પર લાઈવ થશે - વિડીયો ગેમ પબજી

ભારતમાં પબજી ગેમ ખૂબ લોકપ્રિય છે. તેવા પબજીપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે! હવે પબજીના ભારતીય સંસ્કરણ માટે પ્રિરજિસ્ટ્રેશન પ્લે સ્ટોર પર લાઈવ થશે.દક્ષિણ કોરિયન વિડિઓ ગેમ ડેવલપર ક્રાફ્ટને જાહેરાત કરી હતી કે પબજીના ભારતીય સંસ્કરણ, 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઈન્ડિયા' માટેની પૂર્વ નોંધણી હવે ગૂગલ પ્લે સ્ટોર પર લાઇવ થશે.

પબજીપ્રેમીઓ આનંદો! ભારતીય સંસ્કરણ પ્રિરજિસ્ટ્રેશન પ્લે સ્ટોર પર લાઈવ થશે
પબજીપ્રેમીઓ આનંદો! ભારતીય સંસ્કરણ પ્રિરજિસ્ટ્રેશન પ્લે સ્ટોર પર લાઈવ થશે

By

Published : May 19, 2021, 8:36 PM IST

નવી દિલ્હીઃ પબજીના ભારતીય વર્ઝન 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' ની પૂર્વનોંધણી કરનારા ખેલાડીઓને ચાર ઇનામ આપવામાં આવશે. રેકોન માસ્ક, ધ રેકન આઉટફિટ, સેલિબ્રેશન એક્સપર્ટ ટાઇટલ અને 300 એજી. કંપનીએ જણાવ્યું છે કે આ એવોર્ડ પ્રી-રજિસ્ટર કરનારા ચાહકો માટે છે, તો હવે પબજીચાહકો મિત્રો સાથે બેટલ રોયલના અનુભવનો આનંદ લઇ શકશે. બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયામાં પ્રી-રજિસ્ટર કરવા માટે પબજી ગેમ રમનારાઓ ગૂગલ પ્લે સ્ટોરની લિંક પર જઈ 'પ્રિ-રજિસ્ટર' બટન પર ક્લિક કરી શકે છે. તેમને ઇનામ રમતના લોંચ સમયે દાવો કરતાં સમયેે મળશે.

આ પણ વાંચોઃ શું ખરેખર ભારતમાં રિલોન્ચ થશે PUBG?

વર્ચ્યુઅલ વર્લ્ડની આ રમતમાં બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાએ એક શાહી યુદ્ધ રમત છે જેમાં ઘણા ખેલાડીઓ લડવાની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. ક્રાફ્ટનનો ફ્રી-ટુ-પ્લે, મલ્ટિપ્લેયર અનુભવ, ખેલાડીઓ વિવિધ ગેમ મોડ્સમાં રમી શકે છે, જે ટીમમાં આધારિત અથવા એક સામે એક પણ હોઈ શકે છે. વર્ચ્યુઅલ સેટિંગમાં જુદા જુદા પ્રદેશવાળા વિવિધ નકશા દર્શાવવા, રમતમાં મોબાઇલ ફોન્સ પર રોમાંચક અનુભૂતિ મેળવવા 3 ડી સાઉન્ડ દ્વારા અદભૂત વિશ્વને જીવંત બનાવવા માટે એંજિન 4ની સંપૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પબજીની રમતનો ઉત્તમ અનુભવ મેળવવા માટે Android 5.1.1 અથવા તે પછીના વર્ઝનની જરુર પડશે. તેમજ મોબાઈલ ડીવાઈસમાં ઓછામાં ઓછી 2 જીબી રેમ પણ જોઇએ છે.

આ પણ વાંચોઃ PUBG અને ભારત

ABOUT THE AUTHOR

...view details