- ટ્વીટર IOS પર નવું 'ગેસ્ટ મેનેજમેન્ટ કન્ટ્રોલ' ફીચર
- સ્પેસને ક્લબહાઉસના સ્પર્ધકના રૂપમાં કર્યુ લોન્ચ
- કંપનીએ ફીચરના વેબ વર્ઝન માટે સમર્થન આપ્યું
સૈન ફ્રાન્સિસ્કો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરની સ્પેસને વધુ એક અપડેટ મળી રહ્યું છે, જેનાથી ઓડિયો ફીચર્સ શેર અને સર્ચ કરવાનું સરળ બન્યું છે.
વાતચીત કરવાની સાથે તે જ સમયે ટ્વીટ કરવાની પણ સુવિધા
ઈન્ગેજેટ દ્વારા મળેલા અહેવાલ મુજબ, વપરાશકર્તાઓ હવે સ્પેસમાંથી સીધું જ એક નવું ટ્વીટ કંપોઝ કરી શકશે, જે ઓડિયો ચેટ અને કોઈપણ હેશટેગને લિંક કરશે. અગાઉ સ્પેસને કારણે યુઝરે નવી ટ્વીટ લખવી પડતી હતી. કમ્પોઝર સીધુ જ સ્પેસમાં મળવાને કારણે યુઝરને વાતચીત કરવાની સાથે તે જ સમયે ટ્વીટ કરવાની પણ સુવિધા મળી શકશે.
આ પણ વાંચો- ટ્વીટર પર ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વાપરી શકાશે સિક્યોરિટી કીઝ