ગુજરાત

gujarat

ETV Bharat / lifestyle

ગુગલે ભારત આધારીત Covid-19 વેબસાઇટ લોન્ચ કરી - ગુગલ

ગુગલે ભારતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને Covid-19 વેબસાઇટ લોન્ચ કરી છે. જેમાં કોરોના વાયરસ પર માહિતી આપવામાં આવશે. સાથે જ આ સમય દરમિયાન કઈ રીતે અલગ અલગ પ્રવૃતિમાં પોતાની જાતને વ્યસ્ત રાખી શકાય તે માટે પણ આ વેબસાઈટ પરથી માહિતી મળી શકશે.

ગુગલે ભારત આધારીત Covid-19 વેબસાઇટ લોંચ કરી
ગુગલે ભારત આધારીત Covid-19 વેબસાઇટ લોંચ કરી

By

Published : Apr 1, 2020, 5:29 PM IST

Updated : Apr 1, 2020, 5:44 PM IST

ગુગલે ભારતની પરીસ્થીતિને ધ્યાનમાં રાખીને Covid-19 વેબસાઇટ લોંચ કરી છે જેમાં કોરોના વાયરસ પર માહિતી આપવામાં આવશે સાથેજ આ સમય દરમીયાન કઈ રીતે અલગ અલગ પ્રવૃતિમાં પોતાની જાતને વ્યસ્ત રાખી શકાય તે માટે પણ આ વેબસાઈટ પરથી માહિતી મળી શકશે.

આ વેબસાઇટ પર કેટલાક એવા વીડિયોનું કલેક્શન પણ છે જેમાં આ સમયમાં કેવી રીતે રચનાત્મક કાર્યોમાં પોતાની જાતને વ્યસ્ત રાખી શકાય તેના વીશે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંચ એજ્યુકેટર્સ, સ્ટાર્ટઅપ ધરાવતા લોકો તેમજ અન્ય લોકો માટે અલગ અલગ વિષયોને આવરી લઈને ટ્રેનીંગ મોડ્યુઅલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી આ સમયે વ્યક્તિ નવી માહિતી મેળવી શકે. ખાસ કરીને જેઓ પોતાના ઘરે સેલ્ફ-આઇસોલેટેડ છે તેઓ આ વેબસાઇટનો ઉપયોગ કરીને પોતાની જાતને પ્રવૃતિમય રાખવા માટેના અવનવા આઇડીયા મેળવી શકશે.

આ વેબસાઇટ પર ચાર કી સેક્શન છે:

· હેલ્થ ઇન્ફોર્મેશન

· સેફ્ટી એન્ડ પ્રીવેન્શન ટીપ્સ

· ડેટા & ઇનસાઈટ્સ એન્ડ રીસોર્સીસ

સેફ્ટી એન્ડ પ્રીવેન્શન ટીપ્સ સેક્શનમાં યુનિયન હેલ્થ મીનીસ્ટ્રી દ્વારા જાણકારીસભર વીડિયો અને લીંક આપવામાં આવી છે જેનો હેતુ લોકોને હાથ વારંવાર ધોવાનું મહત્વ સમજાવવાનો તેમજ જો તમને કોરોના વાયરસના કોઈ લક્ષણો જણાય તો ડોક્ટર પાસે જવાનું અને જવાબદારી ભર્યુ વર્તન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે.

આ વેબસાઇટમાં કોરોના વાયરસને લગતા કેટલાક સ્નેપશોર્ટ પણ મુકવામાં આવે છે. આ સ્નેપશોર્ટમાં કોરોના વાયરસને લગતા લેટેસ્ટ ન્યુઝ, હાથ ધોવાની યોગ્ય રીતો, લોકડાઉન વખતે ઘરે રહીને કરી શકાય તેવી પ્રવૃતિઓની યાદી, તેમજ ‘સોશીયલ ડીસ્ટન્સીંગ શું છે?.. લોકડાઉન શું છે? અથવા સેલ્ફ-કોરોન્ટાઇન શું છે?’ જેવા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવે છે.

ડેટા અને ઇનસાઇટ સેક્શનમાં ગુગલ ટ્રેન્ડ્ઝ માંથી અપ ટુ ડેટ માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં Covid-19 ને લઈને પુછાતા દરેક પ્રશ્નને અને સર્ચને પણ આવરી લેવામાં આવે છે.

રીસોર્સ સેક્શનમાં કેટલાક એવા વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે જેની મદદથી વાલીઓ અને બાળકો ઘરે રહીને જ કેટલીક રચનાત્મક વસ્તુઓ શીખી શકે અથવા એ વીડિયોમાંથી નવી રેસીપી શીખી શકે અથવા સ્નેપીંગ આર્ટ અથવા ફીટનેસને લગતા વીડિયોને જોઈને તેને લગતી કોઈ પ્રવૃતિમાં જોડાઈ શકે.

રીસોર્સીસ સેક્શનમાં એવી પણ કેટલીક કી આપવામાં આવી છે જેની મદદથી વર્ક ફ્રોમ હોમ કેવી રીતે ઝડપી અને અસરકારક બની શકે તેની ટીપ્સ મેળવી શકાય. ઘરેથી કામ કરતા લોકોને અહીંથી ટીપ્સ મળી શકે છે જેનાથી તેઓ વધુ અસરકારક રીતે કામ કરી શકે. ટીચર્સ ડીસ્ટન્સ લર્નીંગ સીસ્ટમથી પોતાના વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહી શકે છે અથવા ઘરેથી ભણાવવા માટેની કેટલીક ટુલ્સનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત બાળકો ઘરે રહીને જ વાંચતા શીખી શકે તેવી પણ કેટલીક લીંક ઉપલબ્ધ છે.

Last Updated : Apr 1, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details