બેંગલુરુઃ લોકડાઉન બાદ બેંગ્લુરુમાં સલૂન્સ ખુલ્લા છે, ત્યારે નાગરિકો સલૂન્સમાં સ્વચ્છતા સાથે પોતાનું કામ કરાવી રહ્યાં છે. આ લોકડાઉનમાં સલૂન ઉદ્યોગને માઠી અસર થઈ છે.
અભિનેત્રી રાગિની, અનુપમા અને અનુશ્રીનું સલૂન ઉદ્યોગને સમર્થન સલૂનમાં જતા નાગરિકોને જાગુત કરવા અભિનેત્રી રાગિની દ્વિવેદી, અનુપમા ગૌડા અને અનુશ્રીએ બેંગલુરુ બાઉન્સ, બોડીક્રાફ્ટ અને વાયએલજી સલૂનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ગોદરેજ પ્રોફેશનલ સલૂન પ્રોગ્રામના ભાગ રૂપે યોજવામાં આવી હતી. જેમાં સરક્ષા-સલામતી સાથે ગ્રાહકો અને કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવ્યાં છે.
અભિનેત્રી રાગિની, અનુપમા અને અનુશ્રીનું સલૂન ઉદ્યોગને સમર્થન આ મુલાકાત અંગે અભિનેત્રી રાગિની દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “જ્યારે લોકો લોકડાઉન બાદ સલુન્સની મુલાકાત લેવા આવે છે, ત્યારે સલૂનમાં સ્વચ્છતાના પ્રોટોકોલ સાથે કામગીરી ચાલી રહી છે. હું લોકોને વિનંતી કરું છું કે, કોઈ પણ પ્રકારના ભય વગર સલુન્સની મુલાકાત લો અને હેરકેર કરવો.
સલૂન્સને ખોલવાની મંજૂરી આપતી વખતે કર્ણાટકના આરોગ્ય વિભાગે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં સલુન્સને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા કહ્યું હતું. ત્રણેય અભિનેત્રીઓએ સલૂન્સમાં ઉપયોગમાં લેવામાં આવતી વાળની સાળસંભાળ માટેની સામગ્ર, હેર કલર અને વિવિધ સ્ટાઇલ ઉત્પાદનોને આરોગ્ય સુરક્ષાને આધારે તપાસ કરી હતી.
અભિનેત્રી રાગિની, અનુપમા અને અનુશ્રીનું સલૂન ઉદ્યોગને સમર્થન મહત્વનું છે કે, ગોદરેજ પ્રોફેશનલ સલૂન બેંગલુરુ અને અન્ય ઘણા શહેરોમાં સલુન્સ વ્યવસાય સાથે જોડાયેલા માલિકોને જરૂરી માર્ગદર્શન, સંસાધનો અને અપડેટ્સ પ્રદાન કરી રહ્યું છે.