ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

જામનગરઃ પરિણીતાનું મોત બન્યું મિસ્ટ્રી, દફનાવ્યાં બાદ પેનલ PM માટે જી. જી. હોસ્પિટલમાં મૃતદેહ લવાયો - ETVBharat

કચ્છમાં પરિણીતાનું મોત થયાં બાદ સાસરિયાં પક્ષે મૃતદેહને દફનાવી દીધો હતો. જો કે, પિયર પક્ષના લોકોને પરિણીતાના મોત પર શંકા જતાં મૃતદેહ દફનાવ્યાં બાદ ફરી બહાર કાઢી અને પેનલ પીએમ માટે જામનગરની જી જી હોસ્પિટલમાં લવાયો છે.

પરિણીતાનું મોત બન્યું મિસ્ટ્રી, દફનાવ્યાં બાદ પેનલ PM માટે જી. જી. હોસ્પિટલમાં મૃતદેહ લવાયો
પરિણીતાનું મોત બન્યું મિસ્ટ્રી, દફનાવ્યાં બાદ પેનલ PM માટે જી. જી. હોસ્પિટલમાં મૃતદેહ લવાયો

By

Published : Dec 12, 2020, 7:33 PM IST

  • પરિણીતાનું શંકાસ્પદ મોત
  • પિયરપક્ષે મૃતદેહ બહાર કઢાવ્યો
  • પીએમ માટે જામનગર જીજી હોસ્પિટલ લવાયો મૃતદેહ

    જામનગરઃ મળતી વિગત અનુસાર કચ્છમાં બે દિવસ પહેલા એક પરિણીતાનું મોત અગમ્ય કારણોસર નીપજ્યું હતું. બાદમાં સાસરિયાં પક્ષના લોકોએ મહિલાની અંતિમવિધિ પણ કરી દીધી હતી. જોકે પિયર પક્ષના લોકોને શંકા જતા આખરે આ મહિલાનો મૃતદેહ દફનાવાયો હતો તે બહાર કાઢી અને પેનલ પીએમ માટે જામનગર લવાયો છે. અહીં પાંચ ડોક્ટરોની પેનલ પીએમ કરશે.
    દફનાવાયેલો મૃતદેહ પિયરપક્ષે બહાર કઢાવ્યો
  • મોતનું ખરું કારણ પીએમ રિપોર્ટમાં આવશે


પરિણીતાના પિયર પક્ષના લોકોને આશકા છે કે, તેમની દીકરીની હત્યા નીપજાવવામાં આવી છે. સાસરિયા પક્ષે પરિણીતાનું મર્ડર કર્યા બાદ મૃતદેહ દફનાવી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ કચ્છ પોલીસ દ્વારા પરિણીતાના મૃતદેહનો કબજો મેળવી PM માટે જી જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. મહિલાનું મોત મિસ્ટ્રી બન્યું છે તેે પીએમ રીપોર્ટમાં જ મોતની મિસ્ટ્રી ઉકેલાશે.

ABOUT THE AUTHOR

...view details