ગીર સોમનાથઃ એક તરફ કોરોના આકરો સંકટ છે તો બીજી બાજુ અનિચ્છિય બનાવો બની રહ્યાં છે. વેરાવળની ભાલકા સોસાયટીમાં કાયમી ઘર કંકાશથી કંટાળી આધેડની પુત્ર અને પત્નીએ હત્યા કરી છે. પહેલા ઝેર પાઈ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કામ ન બનતાં અંતે બોથડ વસ્તુ માથામાં મારી મૃતદેહને હોડીઓ પાસે ફેંકી દીધો હતો. પોલીસે પુત્ર અને પત્નીની ધરપકડ કરી છે.
વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતા પ્રવીણ ડાલકી જે બીજા લોકો પાસેથી પૈસા ઉધાર લાવતા હોય અને કાયમી ઘરમાં ઝગડો કરતા હતાં. ત્યારે રોજના ઝગડાથી કંટાળી 10 મે ના રોજ પુત્ર સુનીલ અને પત્ની પાનીબેનને ઘરમાં ઝગડો થયો હતો. જેથી માતા-પુત્રએ કંટાળીને પ્રવીણને ઝેરી દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રવીણનું મોત ન થતાં માથાના ભાગ પર બોછડ લાકડુ ફટકારી બાપને મોતને ઘાટ ઉતાર્યો હતો.