- વડોદરામાં પરિણીત યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવતો વિધર્મી યુવક
- લઘુમતી યુવાને અશ્લીલ ફોટાના આધારે યુવતીની સાસરીમાં જઈદુષ્કર્મ ગુજારતો
- લક્ષ્મીપુરા પોલીસમથકે ફરિયાદ નોંધાવતા યુવકની પોલીસે કરી ધરપકડ
- લઘુમતી યુવકે મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ યુવતી પ્રેમજાળમાં ફસાઈ
વડોદરાઃ વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરામાં રહેતી યુવતીના લગ્ન થયેલાં છે અને પરિવાર સાથે રહે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીને ઝુબેરઅલી ઝુલ્ફીકાર પઠાણે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ દ્વારા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે રિકવેસ્ટ તેણે સ્વીકારી લીધી હતી. ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ બંને ડિસેમ્બર-2019થી નવેમ્બર-2020 દરમિયાન અવારનવાર મળતાં હતાં અને ફોન ઉપર વાતો પણ કરતાં હતાં અને સોશિયલ મીડિયા પર ચેટ પણ કરતાં હતાં. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં મુલાકાત દરમિયાન ઝુબેરઅલી પઠાણે યુવતીના ફોટા પાડી લીધાં અને તેના સાસુસસરા તેમ જ પતિની સમગ્ર વિગતો મેળવી લીધી હતી.
- અશ્લીલ ફોટા પતિને મોકલી દેવાની ધમકીથીપીડિતાભોગ બની
વિગતો મેળવ્યા બાદ ઝુબેરઅલી પઠાણ પીડિતાના ઘરે પહોંચી જતો અને ફોટા બતાવીને વાઈરલ કરવાની તેમ જ પતિને મોકલી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઉપરાંત હવસખોર ઝુબેરઅલીએ પીડિતાના અશ્લીલ ફોટા પણ પાડી લીધાં હતાં. ઝુબેરઅલી પીડિતાને મળવાની ઇચ્છા થાય ત્યારે ફોન કરતો હતો. જો તે ફોનમાં કોઇ જવાબ કે મેસેજનો પણ રિપ્લાય ન આપે ત્યારે હવસખોર ઝુબેરઅલી અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તેમ જ પતિને મોકલી દેવાની ધમકી આપતો હતો. આથી પીડિતા દુષ્કર્મનો ભોગ બનતી ગઈ હતી. ધમકીઓ આપીને અવારનવાર હવસ પુરી કરવા માટે ઘરે પહોંચી જતાં ઝુબેરઅલી પઠાણથી ત્રાહિમામ પોકારી ગયેલી પીડિતાએ આ અંગે આગળ શું થશે તેની ચિંતા કર્યા વિના તેના પરિવારને વાત કરી હતી. દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ પીડિતાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ઝુબેરઅલી પઠાણ સામે ગુનો નોંધી તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
- ઘટનાની જાણકારીને પગલે હિંદુ સંગઠનોમાં રોષ