રાજકોટઃ ગોંડલના ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતાં નિવૃત એસઆરપી મેનના ઘરમાંથી રુ 65 હજારના મુદ્દામાલની ચોરી થઈ છે. ગોંડલ હરભોલે સોસાયટી ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત એસઆરપી મેન લાલજીભાઈ શામજીભાઈ મકવાણાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.
ગોંડલ: નિવૃત SRP મેનના ઘરમાંથી રૂપિયા 65 હજારના મુદ્દામાલની ચોરી - રાજકોટ ક્રાઈમ સમાચાર
રાજકોટના ગોંડલમાં ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નિવૃત એસઆરપી મેનના ઘરમાંથી રુ 65 હજારના મુદ્દામાલની ચોરી થઈ છે. ગોંડલ હરભોલે સોસાયટી ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત એસઆરપી મેન લાલજીભાઈ શામજીભાઈ મકવાણાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.
આ બંધ મકાનનો ફાયદો ઉઠાવી તસ્કરો ઘરની અંદર પ્રવેશી કબાટની તિજોરીમાં રાખેલા સોનાનો ચેન, વીંટી, બુટી, કડી, માદળિયું, ચાંદીના છડા, પોચી, બંગડી તેમજ રોકડા રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 65 હજારના મુદ્દમાલની ચોરી કરી લઇ ગયા હતા. નિવૃત SRP જવાનના ઘરમાં થયેલી ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ ફરિયાદના અનુસંધાને પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નિવૃત એસઆરપીમેનનો પરિવાર 15 દિવસ પહેલા પોતાના મુળવતન વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામે ગયા હતા. આ સમયે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તેમજ પોલીસને પડકાર ફેંક્યો છે.