રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અધ્યક્ષ એક વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી રહ્યા છે. ઓડિયોમાં અધ્યક્ષ વિદ્યાર્થિનીને Ph.D અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી બિભત્સ માગણી કરી રહ્યા છે.
શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો, વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી - વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જેમાં અધ્યક્ષ બિભત્સ માગણી કરીને વિદ્યાર્થિનીને Ph.D અને પ્રોફ્સર બનાવવાની વાત કહી રહ્યા છે.
શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો, વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી
ઓડિયોમાં પ્રોફેસર નશામાં હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે, ઓડિયો સાચો હોવાની હજૂ સુધી પુષ્ટિ થઈ નથી. આ બનાવ અંગે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.વિજય દેસાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.