ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

મોરબીના ઘૂટું ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી આરોપી ફરાર થવા મામલે ગુનો નોંધાયો - gujarat

મોરબીના ઘૂટું નજીક આવેલા ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી બોગસ વીમા પોલીસીના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરાર થયો છે. જેથી પોલીસે આ આરોપી વિરુદ્ધ જાહેરનામાં અને એપેડેમીક એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
મોરબીના ઘૂટું ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી આરોપી ફરાર થવા મામલે ગુનો નોંધાયો

By

Published : Dec 7, 2020, 6:32 PM IST

  • મોરબીના કોવિડ સેન્ટરમાંથી આરોપી થયો ફરાર
  • વીમાની બોગસ પોલીસી મામલે આરોપીની પોલીસે કરી હતી ધરપકડ
  • સ્વસ્થ થયા બાદ ફરી ધરપકડ થવાના ડરથી આરોપી થયો ફરાર

મોરબીઃ જિલ્લાના ઘૂટું નજીક આવેલા ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી બોગસ વીમા પોલીસીના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરાર થયો છે. જેથી પોલીસે આ આરોપી વિરુદ્ધ જાહેરનામાં અને એપેડેમીક એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વીમાની બોગસ પોલીસી મામલે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો

મળતી માહિતી મુજબ મોરબીમાં બોગસ વીમા પોલીસી મામલે પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ નિયમ મુજબ કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેમાં આરોપી કોરોના પોઝિટિવ આવતા આરોપી પ્રશાંત વ્રજલાલ કોડીનારીયાને ઘૂટું ગામે આવેલા એલ.ઈ.પોલીટેકનીક કૉલેજમાં ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પહેલા માળે દાખલ કરાયો હતો. જ્યાંથી આરોપી ફરાર થયો છે.

આરોપી થયો ફરાર

આ મામલે ફરિયાદી હીના ગોહિલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીને ક્વોરેન્ટાઈન સેન્ટરમાં 6 ડિસેમ્બરના રોજ ફરાર થયો છે. આ ઉપરાંત ફરિયાદીએ કહ્યું કે, આરોપી કોરોના પોઝિટિવ હોવાથી અન્ય લોકોને પણ ચેપ લાગવાની શક્યતા છે. જેથી પોલીસે જાહેરનામાં ભંગ તેમજ એપેડેમીક એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details