સેલવાસ નરોલી રોડ ખાતે આવેલી સુરજ ઈન હોટલમાં સોમવારની મોડી રાત્રે જમવા આવેલા સુનિલ સોનવાણે અને રિતીકેત સોનવાણેએ હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે બબાલ કરી હોટેલના રસોઈયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા થઈ છે. આરોપીઓ 4-5 જેટલા મિત્રો સાથે દારૂની મેહફીલ માણી 1,622 રૂપિયાનું બિલ ચૂકવી હોટલ બહાર નીકળતા હતા. ત્યારે બીજા મિત્રો હોટલમાં હોય તેમને બોલાવા પાર્કિંગ એરિયામા કારમા બેસી હોર્ન વગાડી ઘોંઘાટ ઉભો કર્યો હતો.
સેલવાસની હોટલમાં બબાલ, 1નું મોત 3ની હાલત ગંભીર - Silvassa crime news
સેલવાસ: સંઘપ્રદેશની એક હોટલમાં નજીવી બાબતે બબાલ થઈ હતી. જેમાં 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે એકનું મોત થયું છે. આરોપીઓએ દારૂ પીને મારામારી કરી હતી. જેમાં હોટલના રસોઈયાને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનામાં સેલવાસ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
હોર્નના ઘોંઘાટને કારણે હોટલના ગાર્ડનમાં બેસીને જમવા બેઠેલા અવિકુમાર સાપટાએ હોર્ન બંધ કરવા જણાવ્યું હતું. એ સમયે એનો મોટો ભાઈ હોટેલ રિસેપ્શન પર કામ કરતો રાજેશ સાપટા પણ પાર્કિંગમાં આવ્યો હતો. અવિકુમાર અને કારમાં બેઠેલા સુનિલ સોનવાણે વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ રહી હતી. સુનિલે બાજુમા પડેલું નળિયું ઉંચકી અવિકુમારના માથા મારી દીધું હતું. ત્યારબાદ બીજું નળિયું ઉંચકી ફરીથી માર્યું હતું. આ ઘટના રાજેશે જોતા તે અવિકુમારને બચાવવા દોડ્યો. એ દરમિયાન આરોપી સાથેના અન્ય રીતિકેત કિચનમા જઈ બે જેટલા ચાકુ લઇ બહાર આવ્યો અને સામે આવનારા લોકો પર ચાકુના ઘા કરવા લાગ્યો હતો. જેમાં હોટલના રસોઈયા ખોગેશ્વરજીના સામે આવી ગયો હતો. આરોપીએ એના પર 3-4 ચાકુના ઘા કર્યા હતા. જેને લઇ રસોઈયો જમીન પર પડી ગયો હતો.
હોટલના પાર્કિંગમા ચાકુબાજ રિતિકેતે રાજેશ સપાટા, અવિકુમાર સાપટા, અજય ચંદર ભુસાર અને કુક ખોગેશ્વર જીનાને ઘાયલ કર્યા હતા. જેઓને 108 દ્વારા સેલવાસ સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં રસોઈયા ખોગેશ્વર જીનાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સેલવાસ પોલીસે FIR No.217/19 IPC 302, 143, 147, 148, 149, 326, 324, 323 અને 506 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફિલ્મી સ્ટાઈલમાં થયેલા આ ઝઘડાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જેને આધારે અન્ય ઇસમોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.