ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

હેલ્મેટ ધારી શખ્સો બંદૂકની બતાવીને કરી લાખોની લૂંટ - સુરત પોલીસ

સુરત: દિવાળીના તહેવાર સમયે અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકની અણીએ  લાખોની લૂંટની કરવામાં આવી છે. સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં 6 જેટલા અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ અને હેલ્મેટ પહેરી ઘૂસી આવ્યા હતા. વેપારીને બંદૂકની અણીએ બંધક બનાવી દસ લાખથી વધુની જવેલરીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પુનાગામ પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, PCB , SOG તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જવેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બેખૌફ લૂંટની ઘટના કેદ થઈ છે. જે ફૂટેજ આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

surat robbery news

By

Published : Oct 27, 2019, 3:08 PM IST

દિવાળીના સમયે સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. પરંતુ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતી એક ઘટના શહેરમાં બની છે. લોકોની ભારે અવર- જવર અને સાંજનાં આઠ થી નવ વાગ્યાના સમય દરમિયાન પુનાગામ અર્ચના સ્કૂલ નજીક આવેલી જ્વેલર્સની દુકાનમાં લૂંટારાઓએ લાખોની લૂંટ કરી હતી. પુનાગામ ખાતે સિલ્વર હાઇટ્સના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે વિધાતા જ્વેલર્સ નામની દુકાનમાં આ લૂંટ થઈ હતી. દુકાનમાં ઘુસી આવેલા છ જેટલા શખ્સોએ બંદૂકની અણીએ માલીક બંધક બનાવી આ લૂંટને અંજામ આપ્યો હતો.

દુકાનમાં પ્રવેશેલા બે હેલ્મેટધારી અને ત્રણ મોઢે રૂમાલ બાંધીને આવેલા શખ્સોએ સોનાનાં ઘરેણાં કોથળામાં ભરી બાદ ફરાર થઈ ગયા હતા. છ પૈકીના ત્રણ હેલ્મેટધારી લૂંટારાઓ વેપારીને પકડી રાખ્યો હતો અને મોઢે રૂમાલ બાંધીને આવેલા લૂંટારાઓએ સોનાના ઘરેણાં કોથળામાં નાખવાનું કામ કર્યું હતું. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ગણતરીના સમયમાં ગાયબ થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા પુનાગામ પોલીસ સહિત સુરત ક્રાઇમ,PCB, SOG, તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાનમાં લાગેલા CCTV ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

હેલ્મેટ ધારી શખ્સો કરી બંદૂકની અણીએ લાખોની લૂંટ
પોલીસના જણાવ્યાનુસાર છ જેટલા લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. લૂંટ કરવા આવેલા શખ્સો હિન્દી ભાષી હોવાનું અનુમાન છે. લૂંટ કરવા આવેલા આરોપીઓએ સૌપ્રથમ વેપારીને બંધક બનાવી જણાવ્યું હતું કે, 'હિલના મત ચૂપચાપ ખડે રહો' તે પ્રમાણેની ધમકી આપી, બાદમાં અન્ય લૂંટારુઓએ વેપારીને પકડી રાખી ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટનાને જોતા કોઈ જાણભેદુ હોય તેની શંકા છે. જે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાલ શરૂ કરવામા આવી છે.હાલ નિયુક્ત પોલીસ કમિશનરે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં કોમ્બિગ હાથ ધરી પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને ગુનાખોરી ડામી શકાય તેવા પગલાં નવનિયુક્ત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યા છે. પરંતુ પોલીસના સઘન પેટ્રોલિંગ વચ્ચે પણ લૂંટારુઓએ લાખોની લૂંટની ઘટનાને અંજામ આપી, પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે. જો કે દિવાળી સામયે લૂંટની આ બીજી ઘટના છે, જે પોલીસ માટે પડકારરૂપ સાબિત થશે.

ABOUT THE AUTHOR

...view details