ગીર સોમનાથઃ જિલ્લાના માઢગામમાં બે સગા ભાઈઓ વચ્ચે ઝગડો થયો છે. જેમાં આરોપી વીરાએ પુત્ર ભરત સાથે મળીને પોતાના ભાઈ કાનાને ભાલું મારી ઈજાગ્રસ્ત કર્યો છે અને પોતાના ભત્રીજા મનુની હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ જૂની અદાવતને આધારે આ હત્યા કરવામાં આવી છે.
ખેતરના સેઢાએ લીધો એકનો જીવ, ભાઇ-ભાઇ વચ્ચેના ઝઘડામાં ભત્રીજાનું ઢીમ ઢાળી દેવાયું - ગીર સોમનાથમાં ગુનાનું પ્રમાણ
ગીર સોમનાથના ઊના નજીક માઢગામે ખેતીની જમીનમાં સેઢા બાબતે ભાઈઓ વચ્ચે ખૂની જંગ ખેલાયો છે. જેમાં આરોપી વીરાએ પુત્ર ભરત સાથે મળીને પોતાના ભાઈ કાના પર ભાલાથી હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યો છે અને ભત્રીજા મનુની હત્યા કરી નાખી છે. આ ઝઘડો જમીન માટે થયો હોવાનું પ્રાથમિક તપાસમાંથી બહાર આવ્યું છે.
લોકડાઉન દરમિયાન ગીર સોમનાથના કુટુંબમાં ખેલાયો ખૂની ખેલ, 1નું મોત, 2ની ધરપકડ
હત્યા થવાથી મનનુ પત્ની મનીષાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપી વીરા અને ભરતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.