ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

માલપુરમાં સાસુની હત્યા કરી ફરાર વહુની પોલીસે કરી ધરપકડ - તીક્ષ્ણ હથિયાર

માલપુર તાલુકાના ભેમપોડામાં સાસુ વહુના ઝઘડાએ ઘાતકી સ્વરૂપ લેતા વહુએ સાસુની હત્યા કરી હતી. હત્યા કરી ફરાર થયેલી વહુ અને તેની મદદગારી કરનાર પુત્રની માલપુર પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.

arvali
arvali

By

Published : Oct 26, 2020, 9:11 PM IST

  • તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વહુએ સાસુની કરી હત્યા
  • સાસુની હત્યા કરી ફરાર વહુની પોલીસે કરી ધરપકડ
  • માતાની હત્યા કરવામાં પુત્રએ પત્નીને આપ્યો સાથ

અરવલ્લીઃ જિલ્લાના માલપુર તાલુકાના ભેંમપોડા ગામના કૂવામાંથી ગત શુક્રવારે એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવતા તેના શરીર પર તીક્ષણ હથીયાર વડે હુમાલો કરવામાં આવ્યો હોવાનું જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમમાં વૃદ્વાની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસે તપાસનો દોર આદર્યો હતો. તપાસમાં ફલીત થયુ કે વૃદ્ધાની આયોજનપૂર્વક હત્યા તેની પુત્રવધુએ જ કરી હતી અને માતાના મૃતદેહને સગેવગે કરવામાં તેના પુત્રએ પત્નીને સાથ આપ્યો હતો.

સાસુની હત્યા કરવાનું કારણ

માલપુર પોલીસે ગણતરીના દિવસોમાં બન્ને આરોપીએને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓની પૂછપરછમાં પોલીસને જણાવા મળ્યું કે પુત્રના ઘરે પારણું ન બંધાતા મૃતક સાસુ વારંવાર પુત્રવધુ મીનાક્ષીને ટોણા મારતા હોવાથી ગૃહકંકાસ વધી જતો હતો. અંતે ઝઘડાથી કંટાળેલા પુત્ર સોમા અને તેની પત્ની મીનાક્ષીએ જમકુબેનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details