અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 3 સપ્ટેમ્બરના રોજ પોતાના જ પુત્રની હત્યા કરનારા પિતાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ હાલ આરોપીની પુછપરછ કરી રહી છે. જો કે, પ્રાથમિક તપાસમાં કેટલાક આશ્ચર્યજનક ખુલાસા થયા હતા.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા અંતોલી ગામમાં પોતાના જ પુત્રની હત્યા કરનારા આરોપી નૈનેશ નિનામાને પોલીસે ગોંડલથી ઝડપી લીધો છે. 5 દિવસ પહેલા આરોપી નૈનેશે તેના 4 વર્ષના બાળકને ફક્ત એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કેમ કે, તેને શંકા હતી કે, મૃતક ધ્રૃવ તેનો પુત્ર નથી.
પ્રાથમિક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, આરોપીએ 3 વાર પ્રેમલગ્ન કર્યા હતા. આરોપી નૈનેશ જાણતો હતો કે, તે પિતા બનવા સક્ષમ નથી. તેથી તેને વહેમ હતો કે, મૃતક તેનો પુત્ર નથી. આરોપીએ 3 વખત લગ્ન કર્યા હતા, જેમાંથી મૃતક ધૃવ બીજી વખતની પત્નીનો પુત્ર હતો.
આરોપીએ પોતાના પુત્રને વાળ કપાવવા લઇ જવાનું જણાવી નિર્દયાતાપુર્વક તેને ગળે ટુંપો આપી દીધો હતો. મૃતકના દાદાએ શોધખોળ કરતા ધ્રૃવ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેના ગળાના ભાગે દોરી બાંધેલી હતી, બાળક શ્વાસ લેતો હતો પણ સ્થિતિ નાજૂક હોવાને કારણે મોડાસા અને ત્યાર બાદ હિંમતનગર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
જાણો સમગ્ર ઘટના :-અરવલ્લી: મેઘરજના અંતાલી ગામે પિતાએ ચાર વર્ષના પુત્રની હત્યા કરી
3 સપ્ટેમ્બર -અરવલ્લીના મેઘરજ તાલુકાના અંતાલી ગામમાં પિતાએ તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ મુજબ આરોપી પિતાનું માનવુ હતું કે, મૃતક બાળક તેના અને નવી પત્નીના સબંધોમાં તિરાડ ઉભી કરી રહ્યો હતો.
અરવલ્લીમાં થયેલી હત્યાની અન્ય ઘટનાઓ
22 ઓગસ્ટ -અરવલ્લીમાં પત્નીના આડા સંબંધને લઇ વધુ એક હત્યા, અરોપી પોલીસના સકંજામાં
એક વર્ષ અગાઉ અરવલ્લી જિલ્લાના માનડા ગામમાં હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીને જિલ્લા LCBએ ઝડપી પાડ્યો છે. આરોપીએ તેની પત્ની સાથે તેના સાઢુના આડા સંબધોને લઇ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેના 26 વર્ષીય સાઢુ રણજીત ડામોરની દારૂમાં ઝેર નાખી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે મૃતદેહને પાણીમાં નાખી દીધો હતો.
20 ઓગસ્ટ -અરવલ્લીમાં પુત્રએ દારૂડીયા પિતાને મોતને ઘાટ ઉતાર્યા