ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

અમદાવાદ: દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી ફાયરિંગ - ફાયરિંગ

શહેરમાં ફાયરિંગ અને જાહેરમાં તલવાર વડે કેક કાપવાના અનેક બનાવો સામે આવ્યાં છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દિવાળીના દિવસે સામાન્ય રીતે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરે છે, જ્યારે શહેરમાં યુવકે ફાયરિંગ કરીને દિવાળી ઉજવી છે. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી ફાયરિંગ
દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી ફાયરિંગ

By

Published : Nov 17, 2020, 7:48 PM IST

  • ગન ફાયરિંગ કરીને ઉજવણી કરવાનો અમદાવાદમાં ક્રેઝ
  • ફટાકડાની જગ્યાએ બંદૂકથી કરાયું ફાયરિંગ
  • મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં ફાયરિંગ કરીને યુવકો દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મેઘાણીનગરની પર્ણકુંજ સોસાયટીના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવક હવામાં રાયફલ વડે ફાયરિંગ કરતો નજરે પડે છે. ફટાકડાની જગ્યાએ યુવકે રાયફલથી ફાયરિંગ કરીને ઉજવણી કરી છે. જે અંગે મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

  • આ પહેલાં પણ બન્યાં છે ગન ફાયરિંગના બનાવ

અગાઉ બાપુનગર અને દાણીલીમડા વિસ્તારમાં પણ આ પ્રકારે જન્મદિવસે અને પ્રસંગે ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયો હતો જે મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે હવે મેઘાણીનગર પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details