ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

સુરતઃ ગુમ થયેલી 10 વર્ષીય માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મની આશંકા

સુરતના પાંડેસરા પ્રેમનગર ખાતેથી ગુમ થયેલ 10 વર્ષીય માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકા છે. 15 વર્ષીય જુવેનાઇલ આરોપી વડાપાંઉ ખાવાનું કહીને લઈ ગયા હતા. જો કે સીસીટીવીને આધારે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે.

Surat
ગુમ થયેલી 10 વર્ષીય માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Dec 8, 2020, 6:45 PM IST

Updated : Dec 8, 2020, 7:27 PM IST

  • પાંડેસરાના પ્રેમનગરમાં ગુમ બાળકીનો મૃતદેહ મળ્યો
  • 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકા
  • બે સગીર આરોપી વડાપાંઉ ખાવાનું કહી લઈ ગયાં હતાં

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી બાળકી ગુમ થઈ ગયાં બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. રમવા ગયેલી 10 વર્ષીય બાળકી કેટલાય કલાકો સુધી ઘરે પરત ન આવી હતી. આ બાળકીને સગીર વયના બે યુવાનો વડાપાંઉ ખવડાવવા માટે લઈ ગયાં હતાં અને ત્યારબાદથી જ બાળકી ગુમ થઇ હતી. બાળકીની શોધખોળ ત્યારે શરૂ થઈ જ્યારે બાળકી કેટલાય કલાકો સુધી ઘરે ન આવી હતી. બાળકીના માતાપિતા નોકરી કરે છે અને વહેલી સવારથી સાંજ સુધી બાળકી પોતાના મોટા પપ્પાના ત્યાં રહેતી હતી અને રોજ સાંજે તેની માતા તેને ત્યાંથી લઈ પોતાના ઘરે જતી હતી. જ્યારે સાંજે માતા બાળકીને લેવા માટે પહોંચી ત્યારે ખબર પડી કે બાળકી રમવા માટે જ્યારથી ગઈ છે ત્યારથી પરત ઘરે આવી જ નથી.

  • બાળકીના પોસ્ટમોર્ટમ બાદ દુષ્કર્મ થયું છે કે નહીં તેની સ્પષ્ટતા થશે

બાળકી ગુમ થયાંની જાણ થતાં લોકોએ શોધખોળ કરવાની શરૂ કરી દીધી હતી અને પોલીસ મથકમાં બાળકી ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. બાળકીની શોધખોળમાં એ સમયે બંને આરોપીઓ પણ જોડાયાં હતાં અને બાળકીની શોધખોળ માટે માતાપિતા સાથે ફરી પણ રહ્યાં હતાં. ત્યારે લોકોને ખબર પણ નહોતી કે, બાળકીનું અપહરણ અને હત્યા કરનારા બંને સગીર વયના આરોપીઓ છે. બાળકીનો મૃતદેહ મળતાં આજે હજારોની સંખ્યામાં લોકો બાળકીના ઘેર ભેગા થઇ ગયાં હતાં. બાળકી ઉધના વિસ્તારમાં રહેતી હતી. પરંતુ માતાપિતા નોકરિયાત હોવાના કારણે તેના મોટા પપ્પાના ઘરે પાંડેસરા રોજ મૂકતાં જતાં હતાં. જેથી તેઓ નોકરી કરી શકે. બાળકીનો મૃતદેહ મળી આવતાં આજે હજારોની સંખ્યામાં લોકો બાળકીના ઘરે ભેગા થઇ ગયાં હતાં.

ગુમ થયેલી 10 વર્ષીય માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો
  • આરોપીઓની સીસીટીવીને આધારે ઓળખ-ધરપકડ

ઘટનાના કારણે ભારે લોકરોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બાળકીનો મૃતદેહ અવાવરુ જગ્યા પરથી મળી આવ્યો હતો. બાળકીની શોધખોળ કરી રહેલી પોલીસને પ્રેમનગરની બાજુમાં આવેલ અવાવરુ જગ્યા પર મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. પરિવારે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકા વ્યક્ત કરી છે. બાળકીની શોધખોળ દરમિયાન આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે મેળવ્યાં હતાં. જેમાં એક સીસીટીવીમાં આરોપી બાળકીને નાસ્તો કરાવવા માટે દુકાનમાં લઈ આવ્યો હોય તે સ્પષ્ટ દેખાતાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી અને આખરે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. સગીર આરોપીઓ વડાપાંઉ ખવડાવવાનું કહીને લઈ ગયા હતાં..બંને આરોપીઓએ માસૂમ બાળકીના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી છે.

Last Updated : Dec 8, 2020, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details