ગુજરાત

gujarat

ETV Bharat / jagte-raho

અમદાવાદ: બિસ્કીટ આપવાની લાલચ આપી સગીરા સાથે કરી છેડતી - Ahmedabad

અમદાવાદ શહેરમાં બાળકો અને મહિલા પરના અત્યાચારના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષની સગીરા દૂધ લેવા ગઈ ત્યારે હેવાન પાડોશીએ સગીરાને બિસ્કિટની લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. ત્યાં તેને ચુંબનો કર્યા હતા. આસપાસના લોકો દોડી આવતા જ આરોપી નાસી છૂટ્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.

અમદાવાદ: બિસ્કીટ આપવાની લાલચ આપી કરી છેડતી
અમદાવાદ: બિસ્કીટ આપવાની લાલચ આપી કરી છેડતી

By

Published : Sep 27, 2020, 4:28 AM IST

અમદાવાદઃ શહેરના રાયપુરમાં 10 વર્ષની એક સગીરા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. શનિવારે સવારે તેની માતાએ તેને ઘર નજીક દૂધ લેવા મોકલી હતી. તે દૂધ લેવા ગઈ હતી. બાદમાં દૂધ લઈને પરત આવતી હતી ત્યારે તેને રસ્તામાં ત્યાં જ રહેતો ઉમેશ મળ્યો હતો. આ ઉમેશે સગીરાને બિસ્કિટ અપાવવાની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો.

ઉમેશે સગીરાને ચુંબન કરવા લાગ્યો હતો. સગીરા પાડોશીના આ વર્તનથી ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસી છૂટી હતી. બાદમાં રડતા-રડતા સગીરા ઘરે પહોંચી અને તેની માતાને આ ઘટનાની જાણ કરી હતી. સગીરાની માતા એ તેમના પતિ અને અન્ય પરિવારજનો ને જાણ કરી હતી. આસપાસના લોકો ત્યાં ઉમેશના ઘરે પહોંચ્યા તો તે ઘર બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

આ મામલે સગીરાના પરિવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઉમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details