- અમદાવાદમાં paytm kycના નામે છેતરપિંડી
- ઇલેક્ટ્રિક બલ્બ મફત આપવાની લાલચ આપી મેળવ્યા ફિંગરપ્રિન્ટ
- સાયબર ક્રાઈમે કરી આરોપીની ધરપકડ
- ઇઝી પે દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ થઈ
અમદાવાદ: ઇઝી પેના મેનેજર ધર્મેન્દ્રસિંહ સોટાને ફરિયાદ મળી હતી કે, ICICIના કસ્ટમર સાથે 20,000ની છેતરપિંડી થઈ હતી. જેમાં આધાર કાર્ડ અને કોઈ બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ નહીં આપી હોવા છતાં ઇઝી પે દ્વારા ફ્રોડ થયું છે. કંપનીએ એજન્ટને બ્લોક કરી દીધો હોવા છતાં 91 કસ્ટમરની સાથે પોતાના આધાર કાર્ડ નંબર અને કોઈ જગ્યાએ પોતાની બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ નહીં આપેલા હોવા છતાં 18,94,500ની છેતરપિંડી થઈ હતી. ફિંગર પ્રિન્ટની કોપી લાલચ આપી મેળવવામાં આવતી હતી.
- સાયબર ક્રાઈમની તપાસમાં ખુલ્યું રહસ્ય
સમગ્ર મામલે સાયબર ક્રાઈમેં તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, મધ્યપ્રદેશમાં કેટલાક ઈસમો PAYTMના નામથી KYCકરાવનારને સરકાર તરફથી મફતમાં બલ્બ આપતાં હોવાનો વિશ્વાસ અપાવી KYCકરાવી દેતાં હતાં.PAYTM KYC કરાવવાના બહાને તેઓના કાર્ડ નંબર અને તેઓની ફિંગર પ્રિન્ટ મેળવતાં હતાં અને જે અઢાર કાર્ડ નંબર અને ફિંગર પ્રિન્ટની કોપી કરે તે ડેટા અમદાવાદ ખાતેની ઉત્કર્ષ હ્યુમન રિસોસિસ પ્રાઇવેટ લિમિટેડને મોકલતાં હતાં.
ઇઝી પે દ્વારા છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ થઈ - સાયબર ક્રાઈમે કંપનીના માલિકની ધરપકડ કરી
સાયબર ક્રાઈમને માહિતી મળતા સાયબર ક્રાઈમેં પ્રશાંત શાહની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમા સામે આવ્યું હતું કે, MPથી ફિંગર પ્રિન્ટ આવતી હતી તે દિલ્હી ખાતે કોઈ વ્યક્તિને મોકલી તે ડેટાની હાર્ડ ફિંગર પ્રિન્ટ બનાવડાવતો અને તે બજારમાં ઊંચા ભાવે વેચતો હતો. જે બાદ MP અને દિલ્હીના રાજ્યોમાં એજન્ટ તે ખરીદીને અનેક લોકોના ખાતામાંથી પૈસા મેળવી લેતાં હતાં હાલ સાયબર ક્રાઈમે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને અન્ય કેટલા આરોપી સામેલ છે તથા ક્યાં ક્યાં ગુના આચરેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.