ગુજરાત

gujarat

ETV Bharat / international

X Removes Hamas Accounts: X એ હમાસ સાથે સંબંધિત સેંકડો એકાઉન્ટ્સ હટાવ્યા, કહ્યું - આતંકવાદી સંગઠનો માટે કોઈ સ્થાન નથી - एक्स ने हमास से जुड़े सैकड़ों एकाउंट को हटाया

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ યુરોપિયન યુનિયનની ચેતવણી બાદ હમાસ સાથે જોડાયેલા સેંકડો એકાઉન્ટ્સ હટાવી દીધા છે. તેમની પર X પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ હતો.

X Removes Hamas Accounts:
X Removes Hamas Accounts:

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 12:08 PM IST

કેલિફોર્નિયાઃ ઇઝરાયેલ પર હમાસ દ્વારા તાજેતરના હુમલા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના પ્લેટફોર્મ પરથી હમાસ સાથે સંકળાયેલા સેંકડો એકાઉન્ટ્સ હટાવી દીધા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે X પર આતંકવાદી સંગઠનો માટે કોઈ સ્થાન નથી. ખાસ કરીને આવી મહત્વની ક્ષણોમાં જાહેર સંચાર સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

Xના CEO લિન્ડા યાકારિનોએ કહ્યું,

'X પર આતંકવાદી સંગઠનો અથવા હિંસક ઉગ્રવાદી જૂથો માટે કોઈ સ્થાન નથી. આવા એક્ટિવ એકાઉન્ટ્સ ડિલીટ કરવામાં આવે છે. યુરોપિયન યુનિયન ઉદ્યોગના વડા થિએરી બ્રેટોન દ્વારા એલોન મસ્કને જારી કરાયેલ 24-કલાકના અલ્ટીમેટમમાં X પર ખોટી માહિતીના ફેલાવાને રોકવા અને નવા EU ઑનલાઇન સામગ્રી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી હતી.

વધુ પગલાં લેવા કરી વિંનતી: બ્રેટને ગેરકાયદેસર સામગ્રી અને ખોટી માહિતી વિતરિત કરવા માટે પ્લેટફોર્મના કથિત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગેરકાયદે સામગ્રીને દૂર કરવા અને જાહેર સલામતીના જોખમોને દૂર કરવા માટે વધુ સક્રિય પગલાં લેવા જણાવ્યું હતું. યાકારિનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલા પછી X એ પરિસ્થિતિનું તાત્કાલિક મૂલ્યાંકન કરવા માટે નેતૃત્વ જૂથની રચના કરી હતી.

24 કલાકમાં એક્શન:થિએરી બ્રેટને 9 ઓક્ટોબરના રોજ મેટાને ચેતવણી જારી કરી હતી. કંપનીને ઈઝરાયેલ હુમલા પછી તેના પ્લેટફોર્મ્સ દ્વારા ફેલાયેલી ખોટી માહિતી સામે લડવા માટે તેણે લીધેલા પગલાં વિશે માહિતી આપવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેના પર એક્શન લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ સેંકડો એકાઉન્ટ્સ હટાવી દીધા હતા.

  1. War between Israel and Hamas : ઇઝરાયેલી સેનાએ હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળતા સ્વીકારી
  2. Operation Ajay : 'ઓપરેશન અજય' હેઠળ ઈઝરાયેલથી ભારતીયો સાથેનું પહેલું વિમાન દિલ્હી પહોંચ્યું

ABOUT THE AUTHOR

...view details