હૈદરાબાદ: સુનામી દુર્લભ કુદરતી આફતો પૈકીની એક છે. જેના કારણે મોટા પાયે જાન-માલનું નુકસાન થાય છે. ધંધો હોય કે ખેતી, તે સાવ બરબાદ થઈ જાય છે. છેલ્લા 100 વર્ષોમાં, વિશ્વભરમાં આવેલી 60 સુનામીમાં લગભગ 26 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી તાજેતરના મૃત્યું 2004માં હિંદ મહાસાગરની સુનામીને કારણે થયા હતા. આ સુનામીમાં લગભગ 3 લાખ લોકો માર્યા ગયા હતા. ભારત પણ આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. આ દરમિયાન દેશમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે.
સુનામી 2004:આજે પણ પીડિત પરિવારો 26 ડિસેમ્બર 2004ના રોજ હિંદ મહાસાગરમાં સુનામીના કારણે સર્જાયેલી તબાહીને ભૂલી શક્યા નથી. 700-800 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલી સુનામીના રાક્ષસી મોજાઓએ સવર્ત વિનાશ સર્જ્યો હતો. સુમાત્રાના દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 8.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઘણા વિસ્તારોમાં બધું નાશ પામ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી, રોજગાર, સંદેશાવ્યવહારના સાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની દરેક વસ્તુ નાશ પામી હતી. ભારત ઉપરાંત 2004ની સુનામીએ ઈન્ડોનેશિયા, શ્રીલંકા, માલદીવ અને થાઈલેન્ડમાં વ્યાપક અસર કરી હતી. ભારતમાં, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, પોંડિચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના લોકો ખૂબ પ્રભાવિત થયા હતા.
વિશ્વ સુનામી જાગૃતિ દિવસનો ઇતિહાસ:સુનામીથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને, સંયુક્ત રાષ્ટ્રએ સુનામી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ સુનામી જાગૃતિ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. 22 ડિસેમ્બર 2015 ના રોજ એક ઠરાવ દ્વારા, 5 નવેમ્બરને વિશ્વ સુનામી જાગૃતિ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ દિવસ 13 ઓક્ટોબરના રોજ આપત્તિ ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ અને 2015-2030ના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સેન્ડાઈ ફ્રેમવર્ક માટે નિર્ધારિત સાત લક્ષ્યોને અનુરૂપ છે.
વિશ્વ સુનામી જાગૃત્તિ દિવસ 2023 ની થીમ 'એક સ્થિતિ સ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું' નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે આ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વિશ્વ સુનામી જાગૃતિ દિવસની ઉજવણીનો હેતુ
- સુનામી વિશે દરેક વ્યક્તિને સારી જાણકારી હોવી જોઈએ.
- સુનામી દરમિયાન શું કરવું અને શું ન કરવું.
- કુદરતી ચેતવણીના સંકેતોની સમજ કેળવવી.
- સરકારી એજન્સીઓ તરફથી ચેતવણીઓની સમજ કેળવવી.
- સુનામીની અસર થોડીવારમાં થાય છે.
- ચેતવણી પછી પણ, ગભરાટ વિના નિવારક પગલાં લો.
- સુનામી પછી આપત્તિ રાહતમાં કેવી રીતે સહકાર આપવો.
- સુનામીનો સામનો કરવા માટે શું પગલાં લેવા જોઈએ.
સુનામી ખરેખર શું છે ?
- સુનામી એ વિશાળ પાણીના પેટાળમાં ઉદભવતી શક્તિશાળી તરંગોની શ્રેણી છે, તેના કારણે સમુદ્રની નીચે કે આસપાસના વિસ્તારમાં ભુકંપનું કારણ બને છે.
- સુનામી મુખ્યત્વે જાપાનીઝ શબ્દો ત્સુ અને નામીથી બનેલો છે. ત્સુ શબ્દનો અર્થ થાય છે બંદર. જ્યારે નામીનો અર્થ થાય છે તરંગો.
- સુનામીના મોજા પાણીની દીવાલો જેવા હોય છે, જે દરિયાકાંઠા પર હુમલો કરીને વ્યાપક વિનાશ કરી શકે છે. સામાન્ય રીતે, એક કલાકમાં 5 થી 60 મિનિટ સુધી શક્તિશાળી લહેરો આવે છે.
- સુનામીના ઘણા કારણો છે. જ્વાળામુખી ફાટવો, સબમરીન ભૂસ્ખલન ઉપરાંત દરિયાકાંઠાના ખડકો પડવાના કારણે પણ સુનામી ઉદ્ભવે છે.
- આ કારણોસર, સમુદ્રતટ પર મોટા પ્રમાણમાં પાણીનું અચાનક વિસ્થાપન અને ઊભી હિલચાલથી મોજાઓ ઉત્પન્ન થાય છે, જે સુનામીનું કારણ બને છે.
- સમુદ્રમાં આવનારી પ્રથમ લહેર ખતરનાક નથી હોતી, પરંતુ એક પછી એક અનેક લહેરો આવે છે. અને થોડા જ સમયમાં અનેક મોજા સતત દરિયા કિનારે પૂરની સ્થિતિ સર્જે છે. જે સમુદ્રમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશનું કારણ બને છે. આ સમયગાળા દરમિયાન, કેટલીકવાર મોટો કાટમાળ પણ પાણી સાથે વહી જાય છે. આનાથી પણ વધારે વિનાશ થાય છે.