નવી દિલ્હીઃ મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આપ એક મહિના સુધી મલેશિયામાં વગર વિઝાએ ફરી શકો છો. ઈબ્રાહિમે રવિવારે પીપલ્સ જસ્ટિસ પાર્ટીની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. આ ફેસેલિટી 1 ડિસેમ્બરથી શરુ કરવામાં આવશે. અનવર ઈબ્રાહિમે ચાયનીઝને પણ આ સુવિધા પૂરી પાડી છે.
નિષ્ણાંતો અનુસાર મલેશિયાએ પોતાની ઈકોનોમી સુધારવા માટે આ નિર્ણય લીધો છે. તેમની આ જાહેરાતથી મલેશિયાના ટૂરિઝમને નવી ગતિ મળી શકશે. મલેશિયામાં મોટી સંખ્યામાં ચીન અને ભારતના નાગરિકો પ્રવાસ કરતા હોય છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે 2.8 લાખ ભારતીય પર્યટકો મલેશિયા ગયા હતા. આ આંકડા સતત વધતા જાય છે. 2019માં ભારતમાંથી 3.5 લાખ પર્યટકો મલેશિયા ગયા હતા.
મલેશિયામાં જેટલા ભારતીયો રહે છે, તેમાં સૌથી વધુ તામિલ લોકો છો. કુલ ભારતીયમાંથી 90 ટકા તામિલ લોકો છે. ત્યારબાદ તેલુગુ, મલયાલમ, બંગાળી, પંજાબી, ગુજરાતી અને મરાઠી લોકો રહે છે. મલેશિયામાં ભારતીય મૂળના અંદાજિત 27.5 લાખ લોકો રહે છે. ત્યાંની કુલ વસ્તીમાં તેમની ભાગીદારી 9 ટકા છે.
ભારત અને મલેશિયા વચ્ચે ગાઢ વ્યાપારિક સંબંધો છે. મલેશિયા ભારતનું 13મુ મોટું બિઝનેસ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે વેપાર મલેશિયાના પક્ષમાં છે. આપણે મલેશિયામાં 10.80 અરબ ડોલરની નિકાસ કરીએ છીએ જ્યારે મલેશિયા ભારતમાં 6.43 અરબ ડોલરની નિકાસ કરે છે. મલેશિયામાંથી આપણે મુખ્યત્વે તેલ, લાકડા, વીજળીના ઉપકરણો વગેરે આયાત કરીએ છીએ. ભારત મુખ્યત્વે લોખંડ, ખનીજ તેલ, કેમિકલ મશિન વગેરે નિકાસ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે મલેશિયાથી પહેલા ભારતીયો માટે શ્રીલંકા, થાઈલેન્ડે પણ વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે. અત્યાર સુધી કુલ 19 દેશો છે જેમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપવામાં આવી છે. જ્યારે 26 દેશોમાં વીઝા ઓન અરાઈવલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જે દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે તે દેશોમાં શ્રીલંકા, મલેશિયા, ભૂટાન, મોરેશિયસ, માલદિવ, નેપાલ, હોંગકોંગ, થાઈલેન્ડ, હૈતી, ડોમિનિકા, બારબાડોસ, ટ્રિનિદાદ ટૌબૈગો, સર્બિયા, ગ્રેનાડા, મોંટસેરાટ. સેનેગલ, સમોઆ, સેંટ વિંસેંટ એન્ડ ધ ગ્રેનાડીંસ, નિઉએ આઈલેન્ડનો સમાવેશ થાય છે.
જે દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા છે તેમાં ઈરાન, કતાર, જોર્ડન, લાઓસ, ઈન્ડોનેશિયા, ફિઝી, જમૈકા, મેડાગાસ્કર, રવાંડા, ઝિમ્બાબ્વે, બોલીવિયા, ટ્યુનિશિયા, નાઈઝીરિયા, મૌરિટેનિયા, સીશેલ્સ, અંગોલા, કાપો વર્દે, કૂક આઈલેન્ડ, ગિની બિસાઉ, કિરિબતી, રિપબ્લિક ઓફ માર્શલ, આઈલેન્ડ, રી યુનિયન આઈલેન્ડ, તુવાલુ, વાનુઆતુનો સમાવેશ થાય છે.
કેટલાક દેશોને ભારતે ઈ-વિઝાની સુવિધા આપી છે. જેમાં રસિયા, તાઈવાન, તુર્કી, દ. કોરિયા, સિંગાપુર, ન્યૂઝિલેન્ડ, આર્જેન્ટિના જેવા અનેક દેશો સામેલ છે.
- સિંગાપોર,મલેશિયા, ઈરાક અને થાઈલેન્ડના લોકોને પસંદ છે સુરતની રો સુગર
- આ વર્ષે ગુજરાતીઓ માટે દિવાળીમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે, મલેશિયા, સિંગાપુર અને અંદમાન નિકોબાર