ગુજરાત

gujarat

ETV Bharat / international

Joe Biden Israel Visit : હમાસના અત્યાચારોની તુલનામાં ISIS પણ નાનું છે : જો બાઈડેન - બેન ગુરિયન એરપોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયેલ પ્રવાસે છે, ત્યારે તેઓ તેલ અવીવ પહોંચ્યા હતા. અહીં તેઓ ઈઝરાયેલના વડાપ્રધાનને મળશે. એરપોર્ટ પર ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસહાક હર્જોગે જો બાઈડેનનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે જો બાઈડેન ઈઝરાયલના પ્રવાસે છે.

Joe Biden Israel Visit
Joe Biden Israel Visit

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 3:59 PM IST

ઈઝરાયેલઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે તેમની સત્તાવાર ઈઝરાયેલ મુલાકાતે છે. ત્યારે તેઓ તેલ અવીવના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ ઈઝરાયેલના વડાપ્રધાનને મળશે. ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસહાક હર્જોગે બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું સ્વાગત કર્યું હતું. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વિશ્વભરની નજર જો બાઈડેનની ઇઝરાયેલ મુલાકાત પર છે.

તેલ અવીવમાં ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાતચીત ચાલી રહી છે. બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, 7 ઓક્ટોબરના રોજ હમાસે એક જ દિવસમાં 1400 ઈઝરાયેલીઓને મારી નાખ્યા, 7 ઓક્ટોબર એક એવો દિવસ છે કે જે હંમેશા ખરાબ યાદ તરીકે યાદ રહેશે. જો બાઈડેનને સંબોધતા PM બેન્જામિને કહ્યું કે, તમે સાચા છો કે હમાસ અલ કાયદા કે ISIS કરતા પણ ખરાબ છે. હમાસને હરાવવા માટે વિશ્વભરના સભ્ય સમાજને એક થવું પડશે.

તેલ અવીવમાં ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયેલના લોકો માટે તમે એક જ વસ્તુ કરી શકો છો. તમે અમારી સાથે ઊભા રહો અને અમારા સાચા મિત્ર બની રહો. તમારી આ મુલાકાત આનો પુરાવો છે. યુદ્ધ દરમિયાન તમારું અહીં આવવાથી અમેરિકા-ઇઝરાયેલના સંબંધો વધુ ગાઢ બનશે. હું ઈઝરાયેલના તમામ નાગરિકો વતી તમારો આભાર માનું છું. આજે, કાલે અને હંમેશ માટે ઇઝરાયેલ સાથે ઊભા રહેવા બદલ ધન્યવાદ.

તેલ અવીવમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, આતંકવાદી જૂથ હમાસે 31 અમેરિકન સહિત 1,300 થી વધુ લોકોની હત્યા કરી છે. તેઓએ બાળકો સહિત લોકોને બંધક બનાવ્યા છે. તેઓએ એવા અત્યાચારો કર્યા છે જે હમાસને ISIS અને અલ કાયદા કરતા વધુ ખતરનાક બનાવે છે. જો બાઈડેન વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનું ધ્યાન જટિલ પરિસ્થિતિને સંચાલિત કરવા પર રહેશે. તેમનો ભાર આ યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછી જાનહાનિ થાય તે સુનિશ્ચિત કરવા પર રહેશે.

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ આપેલ માહિતી અનુસાર જો બાઈડેન સૌપ્રથમ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે નાની પ્રતિબંધિત દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ નેતન્યાહૂની કેબિનેટના લોકો વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે વાત કરશે. જો બાઈડેન ઈઝરાયેલમાં હમાસ હુમલામાં ઘાયલ થયેલા અને પીડિતોના પરિવારોને પણ મળશે. આ સાથે બાઈડેન એવા પરિવારોને પણ મળશે જેમના સંબંધીઓને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે જો બાઈડેન ઈઝરાયલના પ્રવાસે છે. આ પહેલા ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં સુરક્ષા સઘન કરવામાં આવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સ્થાનિક સમય મુજબ બુધવારે મેરીલેન્ડના એન્ડ્રુઝ એરપોર્ટથી રવાના થયા હતા. જો બાઈડેનની ઇઝરાયેલની મુલાકાત પહેલા US રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના (NSC) વ્યૂહાત્મક સંદેશાવ્યવહારના સંયોજક જોન કિર્બીએ વ્હાઇટ હાઉસ તરફથી ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં મુલાકાત વિશે માહિતી આપી હતી.

  1. Israel Hamas War: પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે બ્રિટિશ વડાપ્રધાને ફોન પર કરી ચર્ચા, પીડિતોને પાઠવી સાંત્વના
  2. BIDEN ISRAEL VISIT : ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ જો બાયડન ઇઝરાયેલની મુલાકાત લેશે

ABOUT THE AUTHOR

...view details