ગુજરાત

gujarat

ETV Bharat / international

શું જો બિડેનને સાયકલ પણ નથી આવડતી ? વીડિયોમાં થયો ખુલાસો... - US Secret Service Agents

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને એક મહિનો થઈ ગયો છે. આ બંને દેશોના યુધ્ધ દરમિયાન USAના રાષ્ટ્રપતિ જો બિડેન હંમેશા ચર્ચામાં રહ્યા છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યારે USAના રાષ્ટ્રપતિ જો બિડેન (US President Joe Biden) તેમના બીચ હાઉસ પાસે સાયકલ પરથી ઉતરતી વખતે પડી ગયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું બાઇક પરના રહયું બેલેન્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું બાઇક પરના રહયું બેલેન્સ

By

Published : Jun 19, 2022, 12:43 PM IST

વોશિંગ્ટન:US રાષ્ટ્રપતિ જો બિડેન ડેલાવેરમાં તેમના બીચ હાઉસ પાસે સાયકલપરથી ઉતરતી વખતે પડી ગયા હતા. ત્યારબાદ 79 વર્ષીય રાષ્ટ્રપતિ રેહોબોથ બીચ પર પગપાળા ગયા હતા.

આ પણ વાંચો:ISIS આતંકવાદી સંગઠને બનાવ્યું કાબુલમાં ગુરુદ્વારાને નિશા

બેલેન્સ ના રહેવાના કારણે પડી ગયા:અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બિડેન (US President Joe Biden) તેમના બીચ ઘર નજીક કેપ હેનલોપન સ્ટેટ પાર્ક (Cape Henlopen State Park) ખાતે શનિવારે રાઇડના અંતે સાયકલપરથી ઉતરવાનો પ્રયાસ કરતા પડી ગયા (President Joe Biden fell) હતા. તેણે કહ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી. હું સારો છું, યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટોએ (U.S. Secret Service Agents) તેને ઝડપથી મદદ કરી. ત્યારબાદ 79 વર્ષીય રાષ્ટ્રપતિ રેહોબોથ બીચ પર પગપાળા ગયા હતા. ત્યાં તેણે ઘર પાસેની આ ઘટના અંગે લોકોને વાત કરી. તેણે કહ્યું કે, તેનો પગ પેડલના પટ્ટામાં ફસાઈ ગયો તેથી તે પડી ગયો, પરંતુ તેને કોઈ ઈજા થઈ નથી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉતરતી વખતે તેનો પગ પેડલ પર ફસાઈ ગયો હતો તેથી બેલેન્સના રહેવાના કારણે તે પડી ગયા પણ હવે તે ઠીક છે.

આ પણ વાંચો:દેશ માંથી ચોરી થયેલ મૂર્તિઓ અમેરિકા માંથી મળી આવી, જાણો આ પાછળનું રહસ્ય

લગ્નની 45મી વર્ષગાંઠ મનાવી:રાષ્ટ્રપતિ બાકીનો દિવસ તેમના પરિવાર સાથે વિતાવવા માટે ઉત્સુક છે. જ્યારે બિડેન ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે બાઇક ચલાવી રહ્યો હતો, ત્યારે તે જ્યારે ઉતરવા માટે રોકાયો ત્યારે તેમને ઠોકર લાગી.વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર બિડેનને તબીબી સારવારની જરૂર નથી અને તે ઠીક છે. બિડેન તેમના રેહોબોથ બીચના (Rehoboth Beach) ઘરે લાંબો સપ્તાહાંત વિતાવી રહ્યા છે. તેઓએ શુક્રવારે તેમના લગ્નની 45મી વર્ષગાંઠ પણ મનાવી હતી.

ABOUT THE AUTHOR

...view details