અમેરિકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અમેરિકાની પ્રથમ રાજકીય મુલાકાત છે. ગુરુવારે PMના યુએસ પ્રવાસ દરમિયાન બિડેન વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા લોકો સાથેના પરસ્પર સંબંધોને મજબૂત કરવા માટે ભારતના બે શહેરોમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે.
બેંગ્લોર અને અમદાવાદમાં કોન્સ્યુલેટ ખોલશે: PM મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ બધા વચ્ચે વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે અમેરિકા બેંગ્લુરુ અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલશે. બીજી બાજુ ભારત લોકો વચ્ચે સંબંધોને વધારવા માટે સિએટલમાં એક મિશન સ્થાપિત કરશે. અધિકારીએ કહ્યું કે અમેરિકાએ ગત વર્ષ ભારતીય વિદ્યાર્થીઓને 125000 વિઝા ઈશ્યુ કર્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ યુએસમાં સૌથી મોટા વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા માટે તૈયાર છે. ગયા વર્ષે જ યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો હતો.
ભારતને શું લાભ થશે?:હાલ ભારતમાં અમેરિકાના કોન્સ્યુલેટ નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં છે. ગુજરાત, દીવ-દમણ અને દાદર નગર હવેલીમાંથી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા લોકોએ મુંબઈ જવું પડે છે. જો અમદાવાદમાં આ કોન્સ્યુલેટ ઓપન થાય તો અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને દર વખતે હવે મુંબઈ જવાની જરુર પડે નહીં.
અમેરિકામાં ભારતીય કોન્સ્યુલેટ ક્યાં છે?:વોશિંગ્ટન સિવાય ભારતના ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં પાંચ વાણિજ્ય દૂતાવાસ છે. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી એ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. દૂતાવાસ મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાર દૂતાવાસોની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે અને સમગ્ર દેશમાં યુએસ-ભારત સંબંધો મજબૂત રહે તેની ખાતરી કરે છે.
નાસા અને ઈસરોના પ્રયાસો: આ સાથે અમેરિકી વહીવટી અધિકારીએ કહ્યું, "અવકાશ ક્ષેત્રમાં, અમે જાહેરાત કરી શકીશું કે ભારત આર્ટેમિસ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યું છે, જે સમગ્ર માનવજાતના હિતમાં અવકાશ સંશોધન માટે સમાન અભિગમને આગળ ધપાવે છે. નાસા અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આ વર્ષે માનવ અવકાશ ઉડાન કામગીરી માટે વ્યૂહાત્મક માળખું વિકસાવી રહ્યું છે."
- PM Modi US visit: યુ.એસ. કુશળ ભારતીય કામદારો માટે વિઝા વ્યવસ્થા સરળ બનાવશે- અહેવાલ
- PM Modi Us Visit: વિકાસની ગતિ જાળવવા માટે ભારત અને યુએસ માટે 'પ્રતિભાની પાઇપલાઇન' જરૂરી