વોશિંગ્ટન:યુ.એસ.ને નાણાકીય વર્ષ 2023 માટે ફરજિયાત 65,000 H1-B વિઝા (H1-B visas for 2023) કેપ સુધી પહોંચવા માટે જરૂરી પર્યાપ્ત સંખ્યામાં અરજીઓ (Applications for H1-B Visas) મળી છે. મંગળવારે દેશની ફેડરલ એજન્સી ફોર ઇમિગ્રેશન (USCIS) સર્વિસે જણાવ્યું હતું. સર્વિસે કહ્યું કે, H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે. જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા ટેક એક્સપર્ટની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં અમેરિકા સિવાયના પ્રોફેશનલ્સને મંજૂરી આપે છે. ભારતની તથા ચીનની ટેક કંપનીઓ દર વર્ષે હજારોની સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર સૌથી વધારે આધાર રાખે છે.
આ પણ વાંચો: પેરાગ્વેમાં વિદેશપ્રધાન એસ જયશંકરે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
માસ્ટર કેપ: H-1B વિઝા પ્રોગ્રામ એ ભારતીયો સહિત વિદેશી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગવામાં આવતા વર્ક વિઝા છે. સર્વિસે જણાવ્યું હતું કે, અમારી પાસે પૂરતા પ્રમાણમાં અરજીઓ આવી ચૂકી છે. પણ આ વખતે ફરજિયાત પણે 65000 H1-B વિઝા સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. જેમાંથી 20,000 H1-B વિઝા માત્ર ડિગ્રી માટેના છે. જેને ડિગ્રી એક્ઝેપ્શન કહેવાય છે. જે બીજા શબ્દોમાં માસ્ટર કેપ તરીકે પણ જાણીતા છે. નાણાકીય વર્ષ 2023 માટે આ ટાર્ગેટને ધ્યાને લેવામાં આવ્યો છે. અમેરિકા સિટિઝનશીપ અને ઈમિગ્રેશન સર્વિસે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. USCIS એ નોન-સિલેકશન નોટિફિકેશન રજીસ્ટ્રેટના ઓનલાઈન એકાઉન્ટમાં મોકલવાનું કામ પૂર્ણ કરી દીધું છે.